તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
‘ભુલ' ભારે પડીઃ રૂમનો દરવાજો ખુલ્લો રાખી સુતેલા નાગરાજનો ફોન ચોરાયો
વોશરૂમ જઇને રૂમમાં આવી ફોન ચાર્જિંગમાં રાખી સુઇ ગયા પરંતુ રૂમનો દરવાજો ખુલ્લો રહી જતા ચોરીઃ આજીડેમ પોલીસમાં ગુના

રાજકોટ, તા.૫: આજીડેમ ચોકડી પાસે માનસરોવર સોસાયટીમાં ખુલ્લા દરવાજાનો લાભ લઇ ગઠીયો યુવાનનો ૧૦ હજારનો ફોન ચોરી ફરાર થઇ ગયાની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે માનસરોવર સોસાયટી શેરી નં.૩ના ભાડે રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા મુળ ચોટીલાના ધારેય(ઢોકળવા)ના નાગરાજ વિનોદભાઇ જાડા (ઉ.વ. ૩૦) એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ કે, ગઇ તા.૩ના સવારે છ વાગ્યે તે રૂમનો દરવાજો ખુલ્લો રાખી રૂમ બહાર વોશરૂમ ગયો હતો ત્યાંથી પરત આવી મિત્ર સાગરભાઇનો ચાર્જિંગમાં રાખેલ ફોન કાઢી બાજુમાં રાખી પોતાનો ફોન ચાર્જિંગમાં મુકી સુઇ ગયો હતો. આ સમયે તે રૂમનો દરવાજો બંધ કરવાનુ ભુલી ગયો હતો સવારે આઠેક વાગ્યે જાગીને જોતા ફોન જોવા નહી મળતા મિત્ર સાગરભાઇને વાત કરતા તેવો પણ પોતાનો ફોન મળતો નહી હોવાની વાત કરી હતી. જેથી આ મામલે ફરીયાદ નોંધાવી હતી.
(2:26 PM IST)










