<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

નવાગામમાં ઉપરના માળેથી સગીરા ગૂમઃ એ.સી.ના કમ્‍પ્રેશરમાં સાડી બાંધેલી મળી

આજી વસાહતની બાળા અહિ કાકાના ઘરે આવી હતીઃ અપહરણ કરી જનાર સામે બી-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો

રાજકોટ તા. ૨: આજી વસાહત વિસ્‍તારમાં રહેતાં આધેડની સત્તર વર્ષની દિકરીનું કુવાડવા રોડ નવાગામ વિસ્‍તારમાંથી અપહરણ થઇ જતાં બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો છે. આ સગીરા કાકાના દિકરાને ત્‍યાં રોકાવા ગઇ હોઇ ત્‍યાં ઉપરના માળેથી ગાયબ થઇ ગઇ હતી. તપાસ કરતાં બાલ્‍કનીમાં એ.સી.ના કમ્‍પ્રેશર સાથે સાડી બાંધેલી જોવા મળી હોઇ તેના મારફત તે નીચે ઉતર્યા બાદ કોઇ ભગાડી ગયાનું ખુલ્‍યું હતું.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને કારખાનામાં મજુરી કરુ છું. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરો પરીણીત છે અને દિકરી ૧૭ વર્ષની છે. મારી દિકરી ૨૮/૬ના રોજ નવાગામ રંગીલા સોસાયટી વિસ્‍તારમાં રહેતાં મારા ભત્રીજાના ઘરે રોકાવા માટે ગઇ હતી.

બીજા દિવસે ૨૯મીએ મારા ભત્રીજાવહુનો ફોન આવ્‍યો હતો કે તમારી દિકરી બપોરે જમીને ઉપરના રૂમમાં એકલી આરામ કરવા ગયા બાદ પોતે ઉપરના રૂમમાં ગઇત્‍યારે મારી દિકરી રૂમમાં જોવા મળી નહોતી. બાલ્‍કનીમાં જોતાં એ.સી.ના કમ્‍પ્રેશર સાથે સાડી બાંધેલી જોવા મળી હતી. જેથી ભત્રીજાવહુએ ઘરના બીજા સભ્‍યોને બોલાવી બાંધેલી સાડી બતાવી હતી. આ સાડીની મદદથી મારી દિકરીને કોઇએ નીચે ઉતારી ભગાડી હોવાની શંકા ઉપજી હતી. અમે બધાએ શોધખોળક રવા છતાં દિકરોનો પત્તો ન મળતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં સગીરાના પિતાએ જણાવતાં બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણની રાબરીમાં હેડકોન્‍સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:10 PM IST)