તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
નીટના પરિણામમાં ૬૯૦ માર્કસ મેળવી મોદી સ્કૂલના મિહિર પટેલ સમગ્ર સૌરાષ્ટ્ર ટોપર સાથે પ્રથમ સ્થાને મોદી સ્કૂલ
સમગ્ર સૌરાષ્ટ્રના ૬૮૧ માર્કસ સાથે મોદી સ્કૂલનો મીશ્રા રામાણી ગર્લ્સ ટોપર

રાજકોટ, તા. ૧૭: ૨૧ જૂનમાં લેવાયેલ NEET(UG)-2026 ની પરીક્ષામાં કુલ ૨૦,૦૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સમગ્ર ભારત તથા ગુજરાતભરમાં શ્રેષ્ઠ મેડીકલત્ન ડેન્ટેલત્ન આયુર્વિદક તથા હોમોયોપેથિક કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા આપેલ.
NEET માં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં JEE(Main + Adv.), GUJCET ના પરિણામ ની જેમ મોદી સ્કૂલે ટોચનું સ્થાન મેળવેલ છે. સમગ્ર સૌરાષ્ટ્ર ટોપર મિહિર પટેલ જે પોતે ડોકટર પિતાના સંતાન છે તેઓએ ૬૯૦ માર્કસ મેળવી All India Rank 114 સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. આ ઉપરાંત મીશ્વા રામાણી એ ૬૮૧ માર્કસ મેળવીને સમગ્ર સૌરાષ્ટ્રમાં ગર્લ્સ ટોપરનું સ્થાન મેળવેલ છે. ઉપરાંત ૬૭૩ માર્કસ સાથે ટાંક કેવલ All India Rank ૪૨૬ સાથે All India Rank ટોપ ૫૦૦ માં ત્રણ વિદ્યાર્થીઓ સાથે મોદી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ રહયું છે. મોદી સ્કૂલના ભાનવાલા સંપૂર્ણાએ ૬૫૧ માર્કસત્ન જાડેજા નક્ષત્ર રાજ ૬૫૬ માર્કસ તથા રાઠોડ વળતાંશએ ૬૫૦ ગુણ મેળવી શાળાનું ગૌરવ વધારીયું છે.
મોદી સ્કૂલના કુલ ૬ વિદ્યાર્થીઓએ ૬૫૦ કે તેથી વધુ માર્કસત્ન ૩૧ વિદ્યાર્થીઓએ ૬૦૦ કે તેથી વધુ માર્કસત્ન ૬૫ વિદ્યાર્થીઓએ ૫૫૦ કે તેથી વધુ તથા ૧૩૩ વિદ્યાર્થીઓએ ૫૦૦ કે તેથી વધુ માર્કસ મેળવી NEET(UG)-૨૦૨૬ માં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉચ્ચતમ પરિણામ મેળવી મેડિકલના પ્રવેશદ્વાર મોદી સ્કૂલની પોતાની ઓળખને પૂરવાર કરી છે.
આ પ્રસંગે ખાસ મોદી સ્કૂલના સંસ્થાપક ડો. આર. પી. મોદી એ આ સફળતા અંગે જણાવ્યું કે અમો ૩૮ વર્ષથી સૌરાષ્ટ્રનાં વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્ધતિ ઘરનાં વાતાવરણ તથા તેઓનાં એજ્યુકેશન કલ્ચર ને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્ઠ પરિણામો શકય બને છે. હાલમાં NEET, JEE (Main+Advanced) Ö×ë Foundation Std. ૬ થી ૧૦ માટે ૧૨ IITians, 6 NITians, 2 Doctors સાથે કુલ ૯૪+ફેકલ્ટીની મોટી ટીમ કાર્યરત્ત છે. જેમાનાં ૪૨+ફેકલ્ટી તો આઉટસ્ટેટનાં છે. ગુજરાત અને આઉટસ્ટેટ ફેકલ્ટીની ટીમ તથા મોદી સ્કૂલ મેનેજમેન્ટની સૌરાષ્ટ્રની સાયન્સનાં વિદ્યાર્થીઓનાં માનસપટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્ઠ પરિણામો મોદી સ્કૂલ મેળવી રહી છે.
મોદી સ્કૂલનાં શ્રેષ્ઠ પરિણામ બદલ સ્કૂલનાં સંસ્થાપક ડો. આર.પી. મોદી, પારસ, હિત તથા ધવલ બધા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે તથા સારી કારકિર્દી બનાવીને સ્કૂલ તથા માતા-પિતાનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી છે
(2:57 PM IST)










