તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મેરે પ્યાર કી ઉંમર હો ઈતની સનમઃ એક્ટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા કાલે સંગીતનો નિઃશુલ્ક કાર્યક્રમ
૧૨ ગાયકો ૩૨ થી ૩૫ ગીતો રજૂ કરશેઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ એક્ટીવીટી મ્યુઝીકલ ગ્રુપ દ્વારા મ્યુઝીકલ સંગીત સદાબહાર ગીતો મેરે પ્યાર કી ઉંમર હો ઈતની સનમ...શિર્ષક હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
ગાયક કલાકારો એન્ડ સિંગર ચંદ્રેશ ફિચડીયા, સહ આયોજક નિશાબેન ભટ્ટી એન્કર, સિંગર પુનમબેન પંડયા, સંજીવ વોરા, નિતિનભાઈ ટાંક, મહેશભાઈ આડેસરા, ભરતભાઈ રાજાણી, પ્રદિપભાઈ પાલા, પરેશભાઈ ખખ્ખર, હિમાંશુ ફિચડીયા, ગિરિશભાઈ ખખ્ખર, ભાવેશભાઈ મૃગ, મહેનદ્રભાઈ રૂપારેલીફા, તેજલ ભટ્ટી, ગેસ્ટ સિંગર બીના રાવલ, નયનાબેન વ્યાસ, ભરતભાઈ વેકરીયા, અતુલભાઈ કાલરીયા, સંજયભાઈ પારેખ, આશીષભાઈ રાઠોડ, એ.આર.સાઉન્ડ સિસ્ટિમ રમેશભાઈ ગજ્જર લેપટોપ ઓપરેટર છે.
કાર્યક્રમમાં મેહુલ મહેન્દ્રભાઈ રવાણી (અરીહંત ઈન્વેસ્ટમેન્ટ), જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા (પ્રમુખ શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્ટ), કિશોરભાઈ ફિચડીયા, હેમાંશુભાઈ પારેખ, સુરેશભાઈ (બંસી જ્વેલર્સ) ચતથા નરેન્દ્રભાઈ સોરઠીયા કોઈનમેન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ નિઃશુલ્ક હોય સંગીતપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.
તસ્વીરમાં ચંદ્રેશભાઈ ફીચડીયા (મો.૯૯૨૪૦ ૭૬૯૧૭), નરેન્દ્રભાઈ કોઈનમેન, નયનાબેન વ્યાસ અને ભાવેશભાઈ મૃગ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:13 PM IST)










