<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

મઢી ચોકના મેડિકલ સ્‍ટોરમાં ગૂંડાગીરી આચરી ભાગેલા શખ્‍સોનો ૬૦ કલાક પછી પણ પત્તો નથી

કેમિસ્‍ટ એસોસિએશન આકરા પાણીએઃ પોલીસ કમિશનરને આવેદન : સાજીદ કચરા અને તેના મળતિયાઓને સત્‍વરે શોધી દાખલારૂપ કામગીરી કરોઃ એસો. પ્રમુખ મયુરસિંહ જાડેજા, મંત્રી અનિમેષ દસાઇની આગેવાનીમાં મેડિકલ સ્‍ટોર સંચાલકોની રજૂઆત સાથે માંગણી : દેવપુષ્‍પ મેડિકલના સંચાલક પ્રણવભાઇ ઉનડકટે નોંધાવી છે ફરિયાદઃ તોડફોડથી સવા ત્રણ લાખની નુકસાનીઃ ભવિષ્‍યમાં આવા બનાવ ન બને તે માટે અસરકારક અને આકરી કામગીરી કરવા માંગણી

રાજકોટ તા. ૧૬: રૈયા રોડ પર આવેલા હનુમાનમઢી ચોકમાં દેવપુષ્‍પ મેડિકલ સ્‍ટોર'માં ગત રવિવારે રાત્રે કોઇપણ વાજબી કારણ વગર માત્ર લુખ્‍ખાગીરી આચરી આતંક મચાવી તોડફોડ કરનાર કુખ્‍યાત સાજીદ કચરા અને તેના પાંચ મળતિયાઓને ૬૦ કલાક વીતી ગયા હોવા છતાં પોલીસ પકડી શકી નથી. આ છ એય આરોપીઓ કયાં ભાગી ગયા છે તે અંગે પોલીસ પાસે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ વચ્‍ચે કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી તત્‍કાળ આરોપીઓને દબોચી લઇ દાખલારૂપ કામગીરી કરવાની અને ભવિષયમાં આવી ઘટના ન બને તે માટે અત્‍યંત અસરકારક કામગીરી કરવા માંગણી કરી છે.

હનુમાન મઢી ચોકમાં મેડિકલ સ્‍ટોરમાં તોડફોડ-હુમલો-ધમકીની આ ઘટનાના શહેરમાં ઘેરા પ્રત્‍યાઘાતો પડ્‍યા છે. ખાસ કરીને મેડિકલ સ્‍ટોર ધરાવતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્‍યાપી ગયો છે. આ વચ્‍ચે આજે કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ દ્વારા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને  આવેદન પાઠવી કડક પગલા લેવા અને સાંઇઠ કલાકથી ફરાર આરોપીઓને ઝડપી લેવા માંગણી કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે પ્રણવભાઇ ઉનડકટના દેવપુષ્‍પ મેડિકલ સ્‍ટોમાં  રવિવારે રાત્રિના આશરે નવેક વાગ્‍યે નવેક વાગ્‍યે હત્‍યાના ગુનામાં સામેલ અને હાલ જેલમાંથી રજા પર બહાર આવેલા સાજીદ કચરા અને તેના પાંચ મળતિયાઓ સહિત આશરે ૬ જેટલા શખ્‍સોએ આતંક મચાવી ફરજ પરના કર્મચારીઓ સાથે મારપીટ કરી તેમજ તોડફોડ કરી મોટુ નુકસાન કર્યુ હતું.  હુમલાખોરોએ સ્‍ટોરમાં તોડફોડ કરીને ૧૨ કોમ્‍પ્‍યુટર, ૪ સીસીટીવી કેમેરા, ૧ ટીવી અને અન્‍ય કિંમતી સાધનો તોડી નાખી આશરે સવા ત્રણ લાખની નુકસાની કરી છે. કેમિસ્‍ટએસોએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે આ સમગ્ર બનાવને ૬૦ કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં અને મુખ્‍ય આરોપી સાજીદના પેરોલ પુર્ણ  થવાના આરે હોવા છતાં, તમામ હુમલાખોરો કયાં ભાગી ગયા તે અંગે પોલીસ હજુ સુધી કોઈ પણ સુરાગ મેળવી શકી નથી.

આ ગંભીર બનાવની તાત્‍કાલિક નોંધ લઈને કેમિસ્‍ટ એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ એસ. જાડેજા અને માનદ્‌ મંત્રી અનિમેષભાઈ એમ. દેસાઈ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને લેખિત આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને માંગ કરી છે કે સ્‍ટોરના તથા આસપાસના વિસ્‍તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે તમામ આરોપીઓની ઓળખ કરી તેમની તાત્‍કાલિક ધરપકડ કરવામાં આવે, હુમલા પાછળનો મુખ્‍ય હેતુ શોધી કાઢવામાં આવે, દેવપુષ્‍પ મેડિકલને થયેલા નુકસાન અંગે કાર્યવાહી કરવામાં આવે.

આ ઉપરાંત ભવિષ્‍યમાં આવા બનાવ ન બને તે માટે અને મેડિકલ સ્‍ટોર તથા વેપારીઓને સુરક્ષા અંગે જરૂરી પગલા લેવામાં આવે. તેમજ આરોપીઓને ભવિષ્‍યમાં બીજી વખત પેરોલ ન મળે તેવા કાયદેસરના કડક પગલાં લેવાય અને દવા જેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓની પુરતી સુરક્ષા સુનિヘતિ કરવામાં આવે. ભોગ બનેલા વેપારી તેમજ અન્‍ય મેડિકલ સ્‍ટોરના સંચાલકો તેમજ  બાબુલાલ ભુવા, મુકેશ કોયાણી, સત્‍યેન પટેલ સહિતની આગેવાની હેઠળ આ રજૂઆત થઇ હતી. પોલીસે આરોપીઓને શોધી કાઢવા તેના ઘરે તેમજ આશ્રયસ્‍થાન હોય તેવા સ્‍થળોએ દરોડા પાડયા હતાં પરંતુ સગડ મળી શક્‍યા નહોતાં. (૧૪

 

 

(2:52 PM IST)