તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ગુજરાતના રાજયપાલના સચિવ તરીકે મેહુલ દવેની નિમણૂક
લોકસેવાનો હેતુ, રાજકોટ સાથે સ્નેહનો સેતુ

રાજકોટ તા. ર૩: ગુજરાત સરકારે આઇ.એ.એસ. કેડર (ર૦૧ર) ના નિવૃત અધિકારી શ્રી મેહુલ કે. દવેને રાજયપાલના સચિવ તરીકે નિયુકત કર્યા છે. તેઓ ગયા ફેબ્રુઆરી મહિનામાં ગાંધીનગરના કલેકટર પદેથી નિવૃત થયા હતા.
મુળ અમરેલીના વતની અને રાજકોટ સાથે આત્મીય નાતો ધરાવતા શ્રી મેહુલ દવે અગાઉ મુખ્યમંત્રીના કાર્યક્રમે અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજયના તોલમાપ નિયામક, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં પ્રથમ કુલસચિવ, ખેડા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગરમાં કલેકટર વગેરે સ્થાનો પર યશસ્વી કામગીરી કરી ચુકયા છે.
(3:09 PM IST)










