તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
હોટેલમાં મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકીતા પટેલ અને રીઝવાન સંચાલીત કૂટણખાનુ ઝડપાયું: રૂમોમાંથી ૬ લલના, ૬ ગ્રાહક મળ્યા
લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસે હોટેલ ફલોરા ઇનમાં એ-ડિવીઝન પોલીસનો દરોડો : બહુનામધારી મહિલા અગાઉ ગાંધીગ્રામ પોલીસમાં પકડાઇ હતીઃ દિલ્હી, દહેરાદૂનની યુવતિઓ પાસે દેહના સોદા કરાવી તેને ૫૦૦-૫૦૦ ચુકવતીઃ ૧૫૦૦ પોતે રાખી લેતીઃ ભાગીદાર રીઝવાનની શોધખોળઃ પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૧: શહેરમાં વધુ એક હોટેલમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ થયો છે. એ-ડિવીઝન પોલીસે લાખાજીરાજ રોડ પર બાપુના બાવાલ પાસે આવેલી હોટેલ ફલોરા ઇનમાં દરોડો પાડી મુળ ભાડલા ભંડારીયાની મહિલાને ઝડપી લીધી છે. તે ભાગીદાર સાથે મળી આ હોટેલમાં લલનાઓ રાખી દોઢેક મહિનાથી કૂટણખાનુ ચલાવતી હતી. છ રૂમમાંથી પોલીસને છ લલનાઓ સાથે છ ગ્રાહકો મળી આવ્યા હતાં. સંચાલક મહિલા ગ્રાહકો પાસેથી રૂા. ૨૦૦૦ વસુલી પોતે ૧૫૦૦ રાખી લેતી હતી અને લલનાએ રૂા. ૫૦૦ આપતી હતી. તેનો ભાગીદાર ઝડપાયા બાદ વધુ વિગતો બહાર આવશે.
જાણવા મળ્યા મુજબ એ-ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કરણભાઇ વિરસોડીયા અને કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખાને બાતમી મળી હતી કે લાખાજીરાજ રોડ બાપુના બાવલા પાસે આવેલી હોટેલ ફલોરા ઇનમાં મહેઝબીન ઉર્ફે માયા નામનીસ્ત્રી હોટેલમાં છોકરીઓ રાખી ગ્રાહકો બોલાવી આ છોકરીઓ પાસે દેહ વ્યાપાર કરાવે છે. આ બાતમીને આધારે પોલીસની ટીમે દરોડો પાડયો હતો. ત્યાં કાઉન્ટર પર એક મહિલા બેઠી હોઇ તેની પુછતાછ કરતાં પોતાનું નામ મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકીતા હરેશભાઇ કાકડીયા (ઉ.વ.૩૨-રહે. ભાડલા ભંડારીયા, તા. જસદણ) હોવાનું કહ્યું હતું.
પોલીસે તેણીને સાથે રાખી હોટેલના રૂમો ચેક કરતાં રૂમ નં. ૧૦૫માંથી એક મહિલા અને યુવાન કઢંગી હાલતમાં મળ્યા હતાં. યુવતિએ પોતે મહારાષ્ટ્ર ભાયંદરની હોવાનું અને પોતાને મહેઝબીન ઉર્ફે માયાએ અહિ રાખી હોવાનું તથા ગ્રાહક દીઠ ૨૦૦૦ વસુલી પોતાને રૂા. ૫૦૦ આપી બાકીના રૂા. ૧૫૦૦ પોતે રાખી લેતી હોવાનું કહ્યું હતું. જ્યારે ગ્રાહકે પોતે શક્તિ સોસાયટીમાં રહેતો હોવાનું કહ્યું હતું.
આ રીતે અન્ય રૂમો ૨૦૨, ૨૦૩, ૨૦૪, તથા બીજા બે રૂમોમાંથી પણ લલનાઓ અને ગ્રાહકો મળ્યા હતાં. આ યુવતિઓએ પોતે દિલ્હી, દહેરાદૂનની હોવાનું કહ્યું હતું. જ્યારે અન્ય ગ્રાહકો રાજારામ સોસાયટી, મોરબી રોડ ક્રિષ્ના પાર્ક, ૧૫૦ રીંગ રોડ ઓમનગરના રહેવાસી હોવાનું કહ્યું હતું. તમામ યુવતિઓએ પોતાની પાસે મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફૈ નિકીતા દેહવ્યાપાર કરાવી ગ્રાહક દીઠ રૂા. ૫૦૦ આપતી હોવાનું કબુલ્યું હતું. આ તમામને પોલીસે સાક્ષી બનાવી મહેઝબીન ઉર્ફે માયા ઉર્ફે નિકીતા અને તેના ભાગીદાર રીઝવાન વિરૂધ્ધ વેશ્યાવૃતિ કરાવવાનો ગુનો નોંધ્યો હતો. રીઝવાના હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. દોઢેક મહિના પહેલા રીઝવાને આ હોટેલ રાખી હોવાનું અને મહેઝબીન અહિ રહી દેહ વેપલો કરાવતી હોવાનું ખુલ્યું હતું.
અગાઉ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પણ મહેઝબીન આવી પ્રવૃતિમાં પકડાઇ ગયાનું પોલીસે કહ્યું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ઇન્ચાર્જ જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. વી. વાઢીયા, પીએસઆઇ એસ. એમ. રાણા, એએસઆઇ ભરતસિંહ ગોહિલ, હેડકોન્સ. કરણભાઇ વીરસોડીયા, કનુભાઇ બસીયા, મહેશભાઇ ચાવડા, સાગરભાઇ માવદીયા, ધર્ર્મેશભાઇ પરમાર, કોન્સ. ધર્મેશભાઇ ખાંડેખા, કોન્સ. શીલ્પાબેન રાણેવાડીયા, શિલ્પાબેન બારૈયા સહિતે આ કામગીરી કરી હતી.
(3:42 PM IST)










