તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
મેઘરાજા...

મેઘરાજા કરોને મહેર
ધરતી કરે છે પોકાર
મુંગા જીવોની કરૂણા જાણી
માતા ધરતી માંગે પાણી
અમે ધરતીના બાળ
તમે છો જીવનો આધાર
માતા ધરતી માંગે પાણી
એવો પડયો છે તાપ
નથી વાત તમથી અજાણી
કરો વર્ષાની ધાર
થશે જીવીત સંસાર
લેજો અંતરની વેદના જાણી
ઉગે ખેતરમાં અન્ન
ધરતી બને હરિયાળી
એવી ભારતીયોની છે વાણી
-રંજનબેન મણીલાલ ભટ્ટ
(રાજકોટ-રાણસીકી)
(3:06 PM IST)










