News of Friday, 3rd July 2026
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. સંપન્ન : આંતરડાના વિવિધ રોગોમાં ઉપયોગી એડવાન્સ ટેકનોલોજીથી સૌને માહિતગાર કરાયા

રાજકોટ : આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા ગ્રાન્ડ સી.એમ.ઈ.નું ગ્રાન્ટ બેન્કવેટ સિયાજી હોટલ ખાતે આયોજન કરવામાં આવેલ. તેમાં પ્રાઈમ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. કે. કે. રાવલ અને તેમની પૂરી ટીમએ એંડોસ્કોપ અથવા લેપ્રોસ્કોપ દ્વારા આંતરડાની વિવિધ રોગો પર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા એડવાન્સ ટેકનોલોજીથી તબીબોને માહિતગાર - અપડેટ કરવા આવેલ. આ મેગા ગ્રાન્ડ સી.એમ.ઇ.માં ૫૦૦ જેટલા નિષ્ણાંત તબીબોએ હાજરી આપેલ. સી.એમ.ઈ.નું ઉદ્ધાટન કર્મનિષ્ઠ યુવા ડાયનેમિક મેયર નેહલભાઈ શુક્લના હસ્તે કરાયુ હતુ. તેમણે ફેડરેશનના અનેક આરોગ્યલક્ષી અને હેલ્થ અવેરનેસ સી.એમ.ઈ. (કંટીન્યુઅસ મેડિકલ એજ્યુકેશન) જેવા પ્રોગ્રામ ગોઠવવા બદલ ફેડરેશનના પ્રમુખ ડો. એમ. વી. વેકરીયા અને તેમની પૂરી ટીમને અભિનંદન પાઠવેલ અને ભવિષ્યમાં પણ ફેડરેશન ઉતરોતર વધુમાં વધુ સેવા કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવેલ. ઉપરાંત આવા સેવા કાર્યોમાં રાજકોટ કોર્પોરેશનની કોઈપણ મદદની જરૂર હોય તો મદદ પુરી પાડવાની ખાત્રી ઉચ્ચારી હતી. આ સી.એમ.ઈ.માં પ્રાઇમ હોસ્પિટલના ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. કે. કે. રાવલે એન્ડોસ્કોપી દ્વારા પેટની આંતરડાની વિવિધ બીમારી એડવાન્સ ટેકનોલોજી દ્વારા કેવી રીતે સરળ અને સફળ સારવાર આપવા પ્રાઈમ હોસ્પિટલની ટીમ સક્ષમ છે તેની વિસ્તળત સમજ આપેલ. તેમની ટીમના અન્ય ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. ચિંતન કણસાગરા, ડો. અવલ સાદીકોટ, ડો. ભરત નંદાણીયા, ડો. પુલકિત પટેલ, ડો. પ્રદીપ મકવાણા, ડો. ઘનશ્યામ લાડુમોર અને ડો. તપન પરીખની પૂરી ટીમ દ્વારા આંતરડાના રોગો પર પેનલ ડિસ્કશન દ્વારા ૫૦૦ ડોક્ટરોને ઉત્તમ સારવારથી માહિતગાર કરેલ. આ ગ્રાન્ડ સી.એમ.ઈ.માં આયુષ ડોક્ટર ગુજરાતના એક માત્ર લેડી સ્ટેન્ડઅપ કોમેડિયન ડો.અવની વ્યાસે તબીબોને ખૂબ હસાવ્યા હતા. પ્રમુખ ડો. એમ. વી. વેકારીયાએ જણાવેલ કે ફેડરેશન સતત ૧૫ વર્ષથી કાર્યશીલ છે. ૧૭૦૦ તબીબોની સભ્ય સંખ્યા છે. ગુજરાતમાં આયુષ તબીબોની સંખ્યા ૭૫૦૦૦ છે. હેલ્થ અવેરનેસ અને સમાજના આરોગ્યલક્ષી કાર્યક્રમમાં સરકાર સાથે રહીને ફેડરેશન કાર્ય કરતું રહે છે. ફેડરેશનના મંત્રી કિશોર દેવલીયાએ સર્વ તબીબો અને મહેમાનોને વેલકમ સ્પીચ આપેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. નરેન્દ્ર વિસાણીએ કર્યુ હતુ. આ મેગા સી.એમ.ઈ.ને સફળ બનાવવા ફેડરેશનના પ્રમુખ ડો. એમ. વી. વેકરીયા, સેક્રેટરી ડો. કિશોર દેવલીયા, ચેરપર્સન ડો. નરેન્દ્ર વિશાણી, પ્રોજેક્ટ ચેરમેન એન્ડ વાઇસ પ્રેસિડન્ટ ડો. મહેશ શિંગાળા, વાઇસ ચેરમેન આરોગ્ય સમિતિ આર.એમ.સી. ડો. શૈલેષ વસાણી, ટ્રેઝરર ડો. સમીર ખુંટ, જોઈન્ટ સેક્રેટરી ડો. દેવેશ જોષી, જોઈન્ટ સેક્રેટરી ડો. ભાવેશ પરમાર, ડો. અરવિંદ ભટ્ટ, ડો. વિનોદ રાણપરીયા, ડો. જયેશ રાજ્યગુરુ, ડો. વિશાલ ભીમજીયાણી, ડો. હિમાંશુ પરમાર, ડો. દેવધર રામોલિયા અને ડો. દિલીપ મારકણા વગેરે ડોક્ટરોએ જહેમત ઉઠાવેલ.
(2:29 PM IST)










