તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
રાજકોટમાં બુધ, ગુરૂ, શુક્ર મેગા સાધન સહાય કેમ્પ
ટ્રાઇસિકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ સ્ટીક, કૃત્રિમ પગ, કૃત્રિમ હાથ, કેલીપર્સ, કાનના શ્રવણ યંત્રનું વિનામુલ્યે વિતરણ : ૧ હજારથી વધુ લાભાર્થીઓ લાભ લેશે : નામ નોંધણી

રાજકોટ : આરસીએમ અભિયાન અને ભારત વિકાસ પરિષદ ભીલવાડા દ્વારા સ્વાસ્થ્ય ક્રાંતિ વર્ષ નિમિતે ગુજરાતભરના દિવ્યાંગજનો માટે શ્રી મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ, કોટા અને જયપુર, રાજસ્થાન, સંસ્થાના માધ્યમથી વિનામુલ્યે મેગા સાધન સહાયતા કેમ્પનું આયોજન. તા. ૧૬, ૧૭, ૧૮ (બુધ, ગુરૂ, શુક્ર)ના રોજ કરવામાં આવલે હોવાનું યાદીમાં જણાવાયું છે.
આરસીએમ અભિયાન દ્વારા દર વર્ષે તા. ૧૬ સપ્ટેમ્બરને ‘‘સેવા દિવસ'' તરીકે ઉજવવામાં આવે છે. આ નિમિતે આ મેગા સાધન સહાય કેમ્પનું આયોજન થયું છે. આરસીએમ અભિયાનના પ્રણેતા શ્રી ત્રિલોકચંદ છાબડા જેઓ ઓગસ્ટ ર૦૦૦થી સ્વાસ્થ્ય ક્રાંતિના પ્રણેતા તરીકે કાર્ય કરી રહ્યા હોવાનું જણાવાયું છે.
આ કેમ્પમાં વિનામુલ્યે વિતરણ કરવામાં આવનાર સાધનો : ટ્રાઇસિકલ, વ્હીલચેર, બગલ ઘોડી, બ્લાઇન્ડ સ્ટીક, કૃત્રિમ પગ, કૃત્રિમ હાથ, કેલીપર્સ, કાનના શ્રવણ યંત્ર તથા અન્ય જરૂરી સહાયક સાધનો.
કેમ્પ સ્થળ : રાજરાજેશ્વરી મંદિર, ઉદયનગર-૧, મવડી પ્લોટ, શેરી નં. ૧૯, રાજકોટ. કેમ્પમાં નામે નોંધાવવા તેમજ વધુ માહિતી માટે મો. ૯૯૯૮ર૯૦૩૮૪ / ૮ર૦૦૧પ૮૮૪૭.
તસ્વીરમાં ધર્મેશભાઇ ઝાલાવાડીયા, રસીકભાઇ પાંભર, પ્રકાશભાઇ જોષી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










