<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

કાલે એક પણ મેડીકલ સ્‍ટોર નહિં ખૂલેઃ હડતાલ

રાષ્‍ટ્રીય કક્ષાના કેમીસ્‍ટોના સંગઠન દ્વારા બંધનું એલાનઃ વેપારીઓ ધૂવાંપૂવાં * ઓનલાઇન ફાર્મસી દ્વારા બિનનિયમીત દવા વેચાણની શકયતા સામે દવાબજારનો ભારે વિરોધઃ ડુપ્‍લીકેટ-નકલી દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય સાથે છેડછાડનો વિરોધ, કોર્પોરેટ-ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફિકેશન સહિતના મુદે રાજકોટની ૧૬૦૦ સહિત દેશની સાડાબાર લાખ દવાની દુકાનો કાલે બંધ રહેશે * ઇમરજન્‍સી દવાઓ માટે કેમીસ્‍ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇ દ્વારા ખૂલ્લા રહેનાર મેડીકલ સ્‍ટોર્સનું લીસ્‍ટ તથા કારોબારી મેમ્‍બર્સના નામ, હેલ્‍પલાઇન નંબર જાહેર કરાયા

રાજકોટ, તા.૧૯: સમગ્ર ભારતમાં સાડા બાર લાખ જેટલા દવાના વેપારીઓ (રીટેલર્સ- હોલસેલર્સ-સર્જીકલ સ્‍ટોકીસ્‍ટસ) ના રાષ્‍ટ્રીય કક્ષાના સંગઠન ઓલ ઇન્‍ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ (AIOCD)દ્વારા આવતીકાલ તા. ૨૦,મે ૨૦૨૬બુધવારના રોજ દવાના તમામ વેપારીઓ માટે દેશવ્‍યાપી બંધનું એલાન આપવામાં આવ્‍યું છે.

આ હડતાલમાં સમગ્ર દેશના અંદાજે સાડાબાર લાખ, ગુજરાતના ૩૦ હજાર ઉપર, સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના ૧૨ હજાર તથા રાજકોટના ૧૬૦૦ જેટલા મેડીકલ સ્‍ટોર્સ કાલે પોતાની દુકાન-પેઢીનું શટર નહીં ખોલે.

આવતીકાલે ફાર્મસી દ્વારા બિનનિયમિત દવા વેચાણની શકયતા, ડુપ્‍લીકેટ-સ્‍કુરીયસ દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય સાથે છેડછાડ, કોર્પોરેટ-ઓનલાઇનને પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફીકેશન, ઓનલાઇન ફાર્મસી સંદર્ભે ડોકટર્સના યોગ્‍ય માન્‍ય પ્રિસ્‍ક્રિપ્‍શનની ખરાઇ ન થવાની શકયતા જેને કારણે કોઇ કે વખત દેશનું યુવાધન ટ્રાન્‍કયુલાઝર-નશાકારક દવા લેતા થઇ જવાની સંભાવના, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર અંગર્તત દવાના બિઝનેસમાં ફીકસ માર્જીન હોય,કોર્પોરેટ-ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ શકય છે કે કેમ? સહિતના મુદ્‌ે વદવાના લાખો વેપારીઓ ધૂવાપૂવાં થઇ ગયા છે. સરકાર પાસે યોગ્‍ય ન્‍યાયની માંગણી કરી રહયા છે. નાના વેપારીઓનું ભવિષ્‍ય પણ ધુંધળું થવાની શકયતા કેમીસ્‍ટસ એસોસીએશનના રાષ્‍ટ્રીય-રાજયકક્ષાના હોદેદારો વ્‍યકત કરી રહયા છે.

જો કે ‘દવાબજાર બંધ' ને લઇને કેમીસ્‍ટસ એસોસીએશન રાજકોટ અને સોૈરાષ્‍ટ્ર-કચ્‍છ કેમીસ્‍ટસ એન્‍ડ ડ્રગીસ્‍ટસ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષભાઇ દેસાઇએ રાજકોટ સહિત ગામેગામના લોકલ કેમીસ્‍ટસ એસોસીએશન્‍સના સહકારથી ઇમજિન્‍સી કેસમાં દવાઓની યોગ્‍ય વ્‍યવસ્‍થા માટે વિવિધ વિસ્‍તારમાં ખૂલ્લા રહેનાર મેડીકલ સ્‍ટોર્સની યાદી જાહેર કરી છે. સાથે-સાથે રાજકોટ કેમીસ્‍ટસ એસો.ના કારોબારી મેમ્‍બર્સમાં નામ સાથે હેલ્‍પલાઇન-મોબાઇલ નંબર પણ જાહેર કરવામાં આવ્‍યા છે. ઇમરજન્‍સી કિસ્‍સામાં કોઇપણ દર્દી કે તેના સગા-વ્‍હાલાઓ હેરાન ન થાય અને દવાના વેપારીઓની યોગ્‍ય માંગણીઓનો પણ ઝડપથી સરકાર દ્વારા સ્‍વીકાર કરવામાં આવે તે પ્રાયોરીટી હોવાનું મયુરસિંહ જાડેજા અને અનિમેષભાઇ દેસાઇએ અકિલાને જણાવ્‍યું હતું.

ઇમરજન્‍સી દવાઓ મેળવવાની વ્‍યવસ્‍થા તથા હેલ્‍પ લાઇન નંબર

ઇમરજન્‍સી માટે નીચે મુજબના મેડીકલ સ્‍ટોર વિસ્‍તાર પ્રમાણે ખુલ્લા રાખવાની વ્‍યવસ્‍થા, કેમિસ્‍ટ એસોસિએશન રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.

૧. સ્‍ટાર સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર મેડીકલ મવડી મેઇન રોડ, ર. ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલ માધાપર ચોકડી, ૩. એચસીજી હોસ્‍પિટલ ઇન્‍ડો ફાર્મસી અયોધ્‍યા ચોક, ૪. સિનરજી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ૧પ૦ ફૂટ રીંગ રોડ, પ. સ્‍ટલીંગ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાંધીગ્રામ,૬. વોકાર્ડ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૭. બી.ટી. સવાણી કિડની હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી યુનિવર્સિટી રોડ, ૮ કેન્‍સર હોસ્‍પિટલ, નિર્મલા મેઇન રોડ, ૯. જી.ટી.શેઠ ઓર્થોપેડિક હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી, ૧૦. એચ જે દોશી હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી મવડી પ્‍લોટ વિસ્‍તાર, ૧૧. જલારામ હોસ્‍પિટલ પંચવટી મેઇન રોડ,૧ર. શ્રી ગીરીરાજ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી કાલાવડ રોડ, ૧પ૦ ફુટ. ૧૩. શ્રી ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી રણછોડનગર, ૧૪. ગોકુલ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી વિદ્યાનગર મેઇન રોડ, ૧પ. નક્ષ કિરણ હોસ્‍પિટલ ઇન્‍ડોર ફાર્મસી ગાયત્રીનગર મેઇન રોડ,

આ સિવાય કોઇપણ ઇમરજન્‍સી મેડિસિનની જરૂરીયાત ઊભી થાય તો સંસ્‍થા દ્વારા કારોબારીશ્રીઓને વ્‍યવસ્‍થા માટે જવાબદારી સોપેલ છે. તેઓનો સંપર્ક કરવો.૧. અમિતભાઇ મજેઠીયા-૯૮૨૪૩ ૨૭૨૭૯, ર.અંકિતભાઇ કાછેલા- ૯૮૨૫૦ ૮૧૩૬૦, ૩. ભુપેશભાઇ તન્ના  ૯૪૨૮૨ ૯૭૧૨૭, ૪. પ્રતિકભાઇ ગોસ્‍વામી-૯૦૩૩૯ ૧૭૬૧૮, પ. હિતેષભાઇ ત્રાડા- ૯૯૨૪૩ ૫૧૫૬૯

(3:34 PM IST)