<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

પૂર્ણા દિવસની ઉજવણી સાથે કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

મનપાના આઇ.સી.ડી.એસ વિભાગ દ્વારા પોષણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ મહાનગરપાલિકાના આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા તા.૨૨ના રોજ પોષણ માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પૂર્ણા દિવસની ઉજવણી, પ્રી-સ્‍કૂલ કીટનું નિદર્શન તેમજ કિશોરીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશનર સી. કે. નંદાણી, આઈ.સી.ડી.એસ.ના ચેરમેન કેતનભાઈ ઠુંમર, વાઈસ ચેરમેન અલ્‍પાબેન દવે તેમજ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. પોષણ માસની ઉજવણી અંતર્ગત સરકારશ્રી દ્વારા આંગણવાડીઓને ઉપલબ્‍ધ કરાવવામાં આવેલી પ્રી-સ્‍કૂલ કીટનો બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્‍ય ઉપયોગ થાય તે હેતુથી કીટના ઉપયોગ અંગે નિદર્શન કરવામાં આવ્‍યું હતું. તેમજ વાલીઓને પણ પ્રી-સ્‍કૂલ કીટ અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. પૂર્ણા દિવસ નિમિત્તે કિશોરીઓના આરોગ્‍યની ચકાસણી માટે મેડિકલ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કિશોરીઓના આરોગ્‍યની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત કિશોરીઓ દ્વારા પોષણ માસ નિમિત્તે પોષણક્ષમ અને સંતુલિત આહાર અંગેની રંગોળીઓ તૈયાર કરવામાં આવી હતી. રંગોળીઓના માધ્‍યમથી કિશોરીઓ દ્વારા પોષણયુક્‍ત આહાર, આરોગ્‍ય અને સ્‍વસ્‍થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્‍યો હતો

(4:05 PM IST)