<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

માતાજીના મંદિરમાંથી તલવાર લઇ પેટમાં ઝીંકીઃ એમબીબીએસના છાત્રનું મોત

કોઠારીયા રોડ નજીક સુખરામનગરની હચમચાવતી ઘટનાઃ પરિવારમાં કલ્‍પાંત જુનાગઢમાં ર૦રરમાં અભ્‍યાસ દરમિયાન એટીકેટી આવ્‍યા બાદ માનસિક અસ્‍વસ્‍થ બની ગયો હતોઃ રૂમનો દરવાજો બંધ કરી પગલુ ભરી લીધુ પરિવારજનોએ દરવાજો ખોલતા લોહીલુહાણ હાલતમાં મળ્‍યોઃ સારવારમાં દમ તોડી દીધો

રાજકોટ, તા.૨: કોઠારીયા રોડ નજીક સુખરામનગરમાં રહેતા એમ.બી.બી.એસના છાત્રને એટીકેટી આવ્‍યા બાદ માનસિક અસ્‍વસ્‍થ બની ગયો હતો દરમીયાન ગઇકાલે ઘરે પોતાની જાતે ઘરમાં મંદિરમાં રહેલી તલવારથી પેટમાં ઇજા કરતા ગંભીર ઈજા થતા ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. જયા તેનુ મૃત્‍યુ નિપજયુ હતું.

પ્રાપ્‍ત માહિતી મુજબ, કોઠારીયા રોડ નજીક સુખરામનગરના ચારણ સમાજની વાડી પાસે રહેતો ધર્મેશ હરીશભાઇ વિરડા (ઉ.વ.૨૬) ગઇકાલે ઘરે રૂમમાં હતો ત્‍યારે તલવાર વડે ઇજા કરતા લોહી લુહાણ હાલતમાં તત્‍કાલ ખાનગી  હોસ્‍પિટલમાં ખસેડાયો હતો જયા સારવાર દરમિયાન તેનું મૃત્‍યું નિપજયુ હતું.

જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી.વી. વારોતીયાએ હોસ્‍પિટલ અને ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાગળો કરી તપાસ હાથધરી હતી.

પોલીસે જણાવ્‍યું કે, ધર્મેશભાઇ એકભાઇ અને બહેનમાં મોટા હતા પિતા હરીશભાઇ ડ્રાઇવીંગ કામ કરે છે. ધર્મેશ ૨૦૨૨ના જૂનાગઢ સિવિલમાં મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ કરતો હતો. ત્‍યારે પરિક્ષમાં તેને એટીકેટી આવી હતી.

જેના કારણે તે હતાસ થવાની સાથે માનસિક અસ્‍વસ્‍થ થઇ ગયો હતો. જે બાદથી તે રાજકોટ પરિવાર સાથે રહેતો હતો. ગઇકાલે તે પોતાના બે માળના મકાનમાં સ્‍થિત ઉપરના રૂમમાં જવાનું કહીને ગયો હતો. બાદમાં દરવાજો અંદરથી બંધ કરી માતાજીના મંદિરમાં રહેલી તલવાર લઇ પોતાની જાતે પોતાના પેટમાં મારતા ગંભીર ઇજા પહોંચી હતી. બીજી તફર ધર્મેશની માનસિક અસ્‍વસ્‍થતાને લઇને પરિવાર તેનીસ દેખભાળ કરતો હોય તે અડધી કલાકબાદ પરિવારજનો ઉપરના રૂમમાં ગયા હતા. જયાં દરવાજો બંધ હોવાથી ખટખટાવ્‍યો હતો જેથી ધર્મેશ ખોલતાની સાથે તે લોહીલુહાણ હાલતમાં નજરે પડતા પરિવારજનો તત્‍કાલ તેમ ખાનગી હોસ્‍પિટલમાં લઇ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનુ મૃત્‍યુ નિપજયુ હતું. બનાવથી વિરડા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતું.

(3:26 PM IST)