News of Monday, 14th September 2026
ગણેશજી સોૈના જીવનમાંથી વિઘ્નો દુર કરોઃ રામભાઇ મોકરીયા

રાજકોટ તા.૧૪: ગણેશ ચતુર્થીના પાવન પર્વે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતની જનતાને પૂર્વ સંસદસભ્ય રામભાઈ મોકરીયાએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ‘‘ગણેશ ચતુર્થી શ્રદ્ધા, ભક્તિ, સંસ્કળતિ અને સામાજિક એકતાનો પાવન પર્વ છે. ભગવાન શ્રી ગણેશજી સૌના જીવનમાંથી તમામ વિઘ્નો દૂર કરે અને દરેક પરિવારના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમળદ્ધિ લાવે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના છે.''
રામભાઇ મોકરીયાએ સૌ નાગરિકોને આ વર્ષે ‘‘પર્યાવરણમિત્ર ગણેશોત્સવ'' ઉજવવા અપીલ કરતાં જણાવ્યું હતું કે ગણેશજીની મૂર્તિ માટે શકય હોય ત્યાં સુધી કુદરતી માટીમાંથી બનેલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ.ગણેશોત્સવ દરમિયાન પ્લાસ્ટિકના થેલાં, થર્મોકોલ અને એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા તથા તેના બદલે કાપડની થેલી, કાગળ અને અન્ય પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરી હતી.
ગણેશજીની મુર્તિના વિસર્જન સમયે સરકારી તંત્ર દ્વારા નકકી કરેલ નદી, તળાવ કે અન્ય કુદરતી જળસ્ત્રોતોની જગ્યાએ જ વિસર્જન કરીએ અને તેમજ કોઈ અઘટિત ઘટના ના બને તેની પૂરી તકેદારી રાખીએ તેમજ સરકારી તંત્રની સૂચનાનું ચુસ્તરીતે પાલન કરવુ જોઇએ. ‘‘આપણે સૌ સાથે મળીને આપણા તહેવારોની ભવ્ય પરંપરાને જાળવી રાખીએ અને સાથે સાથે સ્વચ્છતા તથા પર્યાવરણની જાળવણીનું પણ ધ્યાન રાખીએ. ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત સુખી, સમળદ્ધ અને વિકસિત બને તેવી શુભકામનાઓ રામભાઈ મોકરીયાએ પાઠવી છે.
(2:58 PM IST)










