News of Tuesday, 28th July 2026
વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરેઃ પૂ.મોરારીબાપુએ ગુરુપૂર્ણિમાની શુભકામના પાઠવી
દક્ષિણઆફ્રિકાના કેરીચો-કેન્યામાંથી જગતભરના બુધ્ધપુરુષોના સ્મરણ સાથે સ્મિત અને પ્રસન્નતાથી ભાવ વ્યક્ત કર્યાઃ કાલે તલગાજરડામાં સાદગીથી ગુરુ ચરણ પાદુકા પૂજન કરવાની જાણ કરી

રાજકોટ, તા.૨૮: સનાતન હિંદુ ધર્મના મહિમાવંત પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે કેન્યાના કેરીચો ખાતેની રામકથા દરમિયાન પૂ. મોરારીબાપુએ જગતભરના સૌ ભક્તોને શુભકામના પાઠવી છે.
ગુરુપૂર્ણિમા એટલે વ્યાસપૂર્ણિમા. આ પવિત્ર દિવસે શ્રી મોરારિબાપુએ જગતભરના બુધ્ધપુરુષોનું સ્મરણ કર્યું હતું. તેમણે કોઈ લાંબુ પ્રવચન ન આપતા માત્ર સ્મિત અને પ્રસન્નતા સાથે સૌના માટે શુભકામના વ્યક્ત કરી હતી. પૂ.મોરારીબાપુએ જણાવ્યું કે વ્યાસ અને વ્યાસપીઠના આશીર્વાદ સૌના પર ઊતરે તેવી હૃદયપૂર્વકની કામના છે.
આ પ્રસંગે પૂ.મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે તેઓ તલગાજરડામાં આ વર્ષે કોઈ વિશેષ આયોજન કરી રહ્યા નથી. તેઓ દર વર્ષની જેમ સાદગીથી અને પોતાની રીતે ગુરુ ચરણ પાદુકા પૂજન કરી લેશે. કથાના માધ્યમથી પૂ.મોરારીબાપુએ ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે
(4:18 PM IST)










