<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

રવિવારે સમસ્‍ત બ્રહ્મસમાજના સમુહલગ્નઃ સમુહ જનોઇ

હરિ ૐ ફૌજ દ્વારા આયોજનઃ ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે, કરીયાવરમાં ૧૨૫થી વધુ વસ્‍તુઓ અપાશેઃ ૬૧ બ્રહ્મ બટૂકો જનોઇ ધારણ કરશેઃ સંતો - મહંતો આર્શીવચન આપશેઃ કોઇ પણ જાતની ફ્રી લેવાતી નથીઃ પૂ. મૂકતાનંદ બાપૂના અવતરણ દિન નિમિતે સપ્તાહભર કાર્યક્રમો

રાજકોટઃ આગામી તા.૧૦/૫ને રવિવારના રોજ આશાપૂરા ફોર્મ, ૧૫૦ ફૂટ રીંગ રોડ શીતલપાર્ક નજીક શ્રી હરિઓમ ફોજ દ્વારા ભવ્‍યાતીભવ્‍ય ભવ્‍ય સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇનું આયોજન  કરેલ છે. જેમાં ૨૫ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે. સમસ્‍ત બ્રહ્મ સમાજના સમુહલગ્ન તથા તેમજ ૬૧ દીકરાની જનોઇ રાખેલ છે.

હરિઓમ ફોજ એક સંગઠિત ટીમ છે આ ટિમમાં કોઇ હોદા નથી, બ્રહ્મ સમાજના પરિવારને કોઇ ઇમરજન્‍સી ઊભી થાય  આકસ્‍મિત બનાવો અને જયારે કોઇ પણ પ્રકારની કાયદાકીય જરૂરીયાત ઉભી થાય ત્‍યારે આ યુવાનો કાર્યરત હોય તેમ યાદીમાં જણાવ્‍યું છે.

પરમ પૂજય મૂકતાનંદ બાપુ ચાપરડા બ્રહ્માનંદ ધામના પૂજનીય બ્રહ્મ ઋૂષિ છે જે મુકતાનંદ બાપુના અવતરણ દિવસ ૧૭ મે હોય જે નિમિતે એટલે કે તા.૧૦ ને રવિવાર સાંજે ચાર વાગે રાજકોટ ખાતે સમસ્‍ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન તથા સમૂહ જનોઇ યોજવામાં આવેલ છે.

આ ઉપરાંત ૧૧ થી ૧૭ મે ગુજરાતના વિવિધ ગામોમાં બ્‍લડ કેમ્‍પ યોજાશે. સમસ્‍ત બ્રહ્મ સમાજ સમૂહ લગ્નમાં જરૂરીયાતમંદ ૨૫ દીકરીઓના સમૂહ લગ્ન તથા ૬૧ બ્રહ્મ બટુકોની જનોઇ યોજવામાં આવેલ છે.

આયોજકો દ્વારા સમૂહ લગ્નમાં જોડાયેલ નવદંપતીઓ તથા બટુકોની કોઇ પણ પ્રકારની રજીસ્‍ટ્રેશન ફી લેવામાં આવેલ નથી. તથા મહેમાનોને લઇ આવવાની કોઇ પણ પ્રકારની સંખ્‍યા મર્યાદા નહિ આ ઉપરાંત આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર ભૂદેવ દીકરીઓને કન્‍યાદાન કરિયાવરમાં સોનાની  ચૂડલી, ફ્રીજ, ટીવી સહિત ૧૨૫ થી વધારે વસ્‍તુઓનું કરિયાવર આપવામાં આવશે.

આ કાᅠર્યક્રમમાં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવી, ભોપાલના પૂર્વ સાંસદ સાધવી પ્રજ્ઞા ઠાકોર અખિલ ભારતીય  સાધુ સમાજ અધ્‍યક્ષ પરમ પૂજય મુકતાનંદ બાપુ તથા અન્‍ય કથાકારો રાજકીય આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

આ અંગે વધુ માહિતી માટે મો. ૯૮૭૯૯ ૦૫૭૨૨/ ૯૯૨૫૪ ૮૬૬૮૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે હરિ ૐ ફૌજ સંસ્‍થાના આયેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(2:42 PM IST)