તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
સોમવારે રાજકોટ સહિત રાજયભરના મહેસૂલ કર્મચારીઓની માસ સીએલઃ ૭મી ઓકટોબરથી બેમૂદતી હડતાલનું એલાન
વર્ક ટુ રૂલનો નિયમ અમલમાં અમલમાં મૂકયોઃ તમામ કર્મચારીઓ વોટસઅપ ગ્રૂપમાંથી લેફટ થઇ ગયા.. : બઢતી-બદલી, સિનિયોરિટી યાદી, તલાટી જોબચાર્ટ સહિત અનેક પ્રશ્નો અંગે લડતઃ કલેકટરને આવેદન..

રાજકોટ, તા.૩: ગુજરાત રાજય મહેસૂલ કર્મચારી મંડળે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કર્યા છે. આ પછી રાજકોટ જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ શ્રી મહિરાજસિંહ ઝાલા અને અન્યોએ આજે કલેકટરને આવેદન પાઠવી મહેસૂલી કર્મચારીઓના વિવિધ સેવા વિષપક પ્રશ્નો, જેવા કે બઢતી-બદલી સિનિયોરિટી યાદી, અને મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાં અન્ય વિભાગની કામગીરી દુર કરવા અંગે મહામંડળ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા આપેલા આશ્વાસનો છતા પણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવતા કર્મચારીઓમાં ઘોર અસંતોષ વ્યાપેલો છે. આથી ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાનું નક્કી કરવામાં આવ્યું તેમ ઉમેર્યુ હતું.
આંદોલનાત્મક કાર્યક્રમ મુજબ આજે મહેસૂલના તમામ કર્મચારીઓ કલાર્ક-પટ્ટાવાળા, તલાટી, નાયબમામલતદારો કચેરી કામગીરી સંબંધિત વોટસઅપ ગ્રૂપ માંથી લેફટ થઇ ગયા હતા. અને કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી અને વિરોધ વ્યકત કર્યો હતો.
સોમવારે રાજકોટ સહિત રાજયભરના હજારો મહેસૂલી કર્મચારીઓ માસ સી.એલ.ઉપર જશે. આ માટે રજા રીર્પોટ મૂકાઇ ગયા છે. અને જો પ્રશ્નોનો નિવેડો નહી આવે તો ૭ ઓકટોબરથી બે મૂદતી હડતાલ ઉપર ઉતરી જશે.
કર્મચારી મંડળે જણાવ્યું છે કે તમામ કર્મચારીઓ વર્ક ટુ રૂલ મુજબ જાહેર રજાઓમાં કામગીરીથી અળગા રહેશે.
(3:08 PM IST)










