તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
રાજકોટની બજારોમાં ફટાકડા, રંગોળી, રંગ, મુખવાસ, આર્ટિફિશયલ જવેલરી, આકર્ષક તોરણો, કપડા, શુઝ માટે પડાપડી
ગાંડી-ઘરાકી.. તમામ બજારો હાઉસફુલઃ ચિક્કાર ગીર્દીઃ મુખ્યમાર્ગો પર ચાલી ન શકાય તેવી ભીડઃ સાવચેત રહેવા વેપારીઓની અપીલ

રાજકોટઃ દિપાવલીના તહેવારો શરૂ થઇ ગયા છે, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી, પરાબજાર, યાજ્ઞિક રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ તથા અન્ય તમામ મુખ્ય રાજમાર્ગો રોશનીથી ઝળહળી ઉઠયા છે. આજે અગિયારસ અને વાઘબારસ છે. કાલે ધનતેરસ, શનિવારે કાળી ચૌદશ, અને રવિવારે દિપાવલીનો તહેવાર જામશે. દરમિયાન આજ અમારા તસ્વીરકાર સંદીપ બગથરીયા વિવિધ બજારોમાં ફરી વળ્યા હતા. તમામ મુખ્ય બજારોમાં કપડા, શુઝ, ચપ્પલ, રંગોળીના સ્ટીકર, વિવિધ વીઝીટીંગ કાર્ડ, રંગોળીના રંગ, ફટાકડા, મુખવાસ, નમકીન, ઇલેકટ્રીક આઇટમો, મીઠાઇ, વિવિધ પૂજાપો, તોરણ, કોડીયા, આકર્ષક દીવડા સહિતની ચીજવસ્તુઓ માટે ગૃહિણીઓ, લોકોમાં પડાપડી જોઇ, ગાંડી ઘરાકી નીહાળી, ચિક્કાર ગીર્દી જોઇ અચંભીત બની ગયા હતા, અને તસ્વીર કલીક કરી લીધી હતી. દરેક દુકાનોમાં ખરીદીનો માહોલ જામેલો જોવા મળ્યો હતો. વેપારીઓ ખુશખુશાલ હતા. અંદાજે પાંચ દિવસમાં રપ થી ૩૦ કરોડનું ટર્ન ઓવર થશે તે ફાઇનલ છે. આ રાજકોટ છે, અહિંની પ્રજા રંગીલી છે... પૈસા ખર્ચી જાણે છે.... કોઇ શક?! (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:48 PM IST)










