<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

જરૂરીયાતમંદોને કપડા, બૂટ-ચપ્‍પલ, વાસણ સહિત અનેક ઉપયોગી ચીજવસ્‍તુ પોલીસ કમિશનર કચેરીના સ્‍ટોલમાંથી મળશે વિનામુલ્‍યે

બ્રજેશકુમાર ઝાએ ખાસ સ્‍ટોલનું ઉદ્દઘાટન કર્યુઃ રાજકીય હસ્‍તીઓની ઉપસ્‍થિતિ

રાજકોટઃ પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને વારંવાર સાર્થક કરતી શહેર પોલીસે હવે ૨૪ કલાક જરૂરીયાતમંદોને મદદ મળી રહે તે માટે સુવિધા ઉભી કરી છે. બોલબાલા ટ્રસ્‍ટના સહકારથી  શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે એક ખાસ સ્‍ટોલ ઉભો કરવામાં આવ્‍યો છે. આ સ્‍ટોલમાંથી જરૂરીયાતમંદ લોકો જીવનજરૂરી એવી અનેક ચીજવસ્‍તુ વિનામુલ્‍યે મેળવી શકશે. આ સ્‍ટોલમાં કપડા, બૂટ-ચપ્‍પલ, થાળી-વાટકા-ગ્‍લાસ, મીણબત્તી સહિતની તમામ વસ્‍તુઓ ઉપલબ્‍ધ રહેશે. જરૂરિયાતમંદ વ્‍યક્‍તિ ૨૪ કલાકમાં ગમે ત્‍યારે અહિ આવીને સ્‍ટોલમાં આવીને તે વસ્‍તુ લઈ શકશે. આ સ્‍ટોલનું સંચાલન શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે. સ્‍ટોલમાં કોઇ વસ્‍તુની વધારે માંગ રહેતી હશે તો તેની નોંધ માટે ચોપડો રાખવામાં આવ્‍યો છે જેમાં નોંધ કરી દાતાઓ પાસેથી આવી વસ્‍તુ મેળવાશે. દાતાઓ પોતે જ વસ્‍તુ ખરીદીને અહિ મુકાવી શકશે. સ્‍ટોલનું ઉદ્દઘાટન પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના હસ્‍થે થયું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલારા, ભાનુબેન બાબરીયા, મેયર ડો. નેહલ શુક્‍લ, જીલ્લા કલેક્‍ટર ડો. ઓમપ્રકાશ, જેસીપી ચેૈતન્‍ય માંડલિક, ડીસીપી હેતલ પટેલ, ડીસીપી રાકેશ દેસાઇ, ડીસીપી હરપાલસિંહ જાડેજા સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. બોલબાલાના જયેશભાઇ ઉપાધ્‍યાય પણ કાર્યકરો સાથે હાજર રહ્યા હતાં અને ચોવીસ કલાક અહિ જરૂરીયાત મંદોને મદદ મળી રહે તે માટે સતત સ્‍ટોલનું સંચાલન સંભાળશે તેમ કહ્યું હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:37 PM IST)