<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

રાજકોટમાં અનેક પેટ્રોલ પંપોની ઘરની ધોરાજીઃ વિખ્‍યાત પેટ્રોલપંપો ઉપર ‘આરામ' થી પેટ્રોલ મળે છેઃ ઘણા સંચાલકો ધરાર ‘ પ્રિમીયમ' આપે છે!!

DSO હરિદ્વારમાં ‘અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્‍યું પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથીઃ લીમીટની પણ કોઇ વાત નથી.. : અમૂક હાઇવે પરના પેટ્રોલપંપો ઇંધણ નથીનું જણાવી પ્રજાને ધક્કા ખવડાવે છેઃ કલેકટરે આકરા પગલા લેવા જરૂરી..

 

રરાજકોટ, તા.૧૮:  તાજેતરમાં વડાપ્રધાને પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરો, જરૂરત પ્રમાણે વાહન ચલાવો તેવી અપીલ કરી, પરંતુ આ અપીલનો રાજકોટ શહેર-જીલ્લાના અનેક પેટ્રોલપંપ  સંચાલકોએ, અને કંપનીના પેટ્રોલ-ડીઝલ પંપો લઇને બેઠા હોવા છતા ઘરની ધોરાજી ચલાવી પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ-ડીઝલ નથી.. ૩થી૪ દિવસથી ગાડીઓ આવી નથી, સ્‍કૂટરમાં ૨૮૦થી ૩૦૦ તથા ફોર વ્‍હીલસમાં ૫૦૦થી ૧ હજારનું પેટ્રોલ-ડીઝલ મળશે તેવા જવાબો આપી ઘરની ધોરાજી ચલાવતા હોવાનું બહાર આવતા લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળયો છે, આવા પેટ્રોલપંપ સંચાલકો રાજકોટમાં હાઇવે ઉપર આવેલ છે, તેમાંથી ઘણા ખરા હોવાનું બહાર આવ્‍યું છે, કલેકટર ડો. ઓમપ્રકાશ રજા ઉપરથી આજે પરત આવી ગયા છે, તેમને  પણ ફરિયાદો થઇ છે, કલેકટર પૂરવઠાતંત્રને સૂચના આપી આકરા પગલા લેવાડાવે  અને  લોકોને ધક્કા ખવડાવતા પેટ્રોલપંપ સંચાલકોને શાનમાં સમજાવે તે જરૂરી  બન્‍યું છે.

આજે રૂબરૂ તપાસ કરતા ઇગલ,  માલવીયા,  લોધાવાડ ચોક, મહેતા પેટ્રોલપંપ, બોમ્‍બે પેટ્રોલપંપ, રેસકોર્ષ રીંગ રોડ પેટ્રોલપંપ ઉપર આરામથી પેટ્રોલપંપ મળતુહતું. કોઇ લાઇનો ન હતી, આમ વિખ્‍યાત પેટ્રોલપંપ સંચાલકો લોકોને આરામથી ઇંધણ પુરૂ પાડી રહયા છે, પરંતુ અમુક સંચાલકો પેટ્રોલ-ડીઝલ આપવામાં અખાડા કરતા હોય, તેના કારણે લોકોમાં પેનીક ન ફેલાઇ તે માટે પણ કલેકટરે આકરા પગલા લેવા જરૂરી બન્‍યા છે.

દરમિયાન આ બાબતે જીલ્લા પૂરવઠા અધીકારી શ્રી ઝાપડાનો સંપર્ક કરતા તેઓ હરિદ્વાર ગયા છે, તેમણે ત્‍યાંથી ‘અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે રાજકોટ શહેર-જીલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઇ તંગી નથી, તેમજ વાહનોમાં આટલૂ જ પેટ્રોલ-કે ડીઝલ આપવુ તેવી કોઇ લીમીટ પણ જાહેર કરાઇ નથી, ઘરની ધોરાજી ચલાવતા પેટ્રોલપંપ સંચાલકો સામે આકરા પગલા લેવાશે તેવો નિર્દેશ તેમણે આપ્‍યો હતો. (૩.૧૬)

 

 

 

(3:08 PM IST)