તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મંત્રમ હોસ્પિટલને બાયો મેડિકલ વેસ્ટનો ટીપરવાનમાં નિકાલ મોંઘો પડયોઃ ૧૦ હજારનો દંડ

રાજકોટ, તા. ૮: શહેરના વોર્ડ નં.૧૦, શાંતિનિકેતન સોસાયટી, કાલાવડ રોડ ખાતે આવેલ મંત્રમ હોસ્પિટલ દ્વારા ટીપરવાનમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા હોસ્પિટલ પાસેથી રૂ.૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
તા.૭ ના રોજ મંત્રમ હોસ્પિટલ દ્વારા ઈન્જેકશન, સિરીંજ, નીડલ જેવો બાયો મેડીકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રૂ.૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેરની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. ૧૦ ના મદદનીશ પર્યાવરણ ઇજનેર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇ પણ અન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે અધિકળત કરેલ એજન્સી ઝશતદ્દશ્વંળફૂફુ ગ્શં-ઘ્શ્રફર્ૂીઁ ભ્રુદ્દ. ન્દ્દફુ. મારફત નિકાલ કરવા અનુરોધ કરેલ છે
(2:49 PM IST)










