<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વિશ્વકર્મા સોસાયટીમાં મનોજ અને પત્‍નિ ખુશી પર પાડોશીનો હુમલો

મનોજના સાળાએ પાડોશી મહિલાને પોતાના માતાને લીંબુ આપી દેવાનું કહેતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૯: ગોંડલ રોડ પુનિતનગર પાસે વિશ્વકર્મા સોસાયટી-૧૧માં રહેતાં મનોજ વલ્લભભાઇ ચુડાસમા (ઉ.વ.૨૩) અન તેના પત્‍નિ ખુશીબેન મનોજ ચુડાસમા (ઉ.વ.૨૧)ને પાડોશીમાં રહેતાં ત્રણ શખ્‍સોએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મનોજ હીરા ઘસવાની મજુરી કરે છે. તેણે જણાવ્‍યું હતું કે હું અને મારો સાળો કુલદીપ કારખાને કામ કરવા જતાં હતાં ત્‍યારે કુલદીપે બાજુમાં રહેતાં ભાભીને તમે મારા માતાને લીંબુ આપી દેજો તેમ કહ્યું હોઇ આ બાબતનો ખાર રાખી પાડોશીઓએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. જેમાં પોતાને બચાવવા પત્‍નિ ખુશી વચ્‍ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્‍યો હતો. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. (

(2:53 PM IST)