<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

હાથીખાનાના ડેલામાંથી મનોજ રામાવત ૩.૩૨ લાખના દારૂના ‘ચપલા' સાથે પકડાયો

પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજાની ટીમે કુવાડવા રોડ ચામુંડા સોસાયટીના પ્‍લમ્‍બરને પકડયોઃ રાહુલગીરી અને વાલજીભાઇની બાતમી

રાજકોટ તા. ૬: શહેર પીસીબીની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી હાથીખાના મેઇન રોડ પરથી એક શખ્‍સને રૂા. ૩,૩૨,૯૨૮ના વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. કુવાડવા રોડ પર રહેતો શખ્‍સ હાથીખાનામાં ડેલામાં દારૂનો જથ્‍થો રાખી કટીંગ કરવાનો છે તેવી બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી.

પીસીબીની ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. રાહુલગીરી ગોસ્‍વામી, અને કોન્‍સ. વાલજીભાઇ જાડાને બાતમી મળી હતી કે કેનાલ રોડ હાથીખાના મેઈન રોડ પર અમર પાનની બાજુમાં આવેલા એક ભાડાના ડેલામાં મનોજ રામાવત નામના શખ્‍સે વેચાણ અર્થે ઇંગ્‍લિશ દારૂનો જથ્‍થો છુપાવ્‍યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત જ રેડની કાર્યવાહી હાથ ધરી હતી. નવા નિયમો મુજબ પારદર્શિતા જાળવવા માટે પીએસઆઇ  પી.બી. ત્રાજીયાએ પોતાના મોબાઈલ ફોનમાં ઇ-સાક્ષી એપ્‍લિકેશન મારફતે સમગ્ર રેડનું વીડિયો રેર્કોડિંગ શરૂ કર્યું હતુ. ડેલામાં હાજર શખ્‍સે પુછતાછમાં પોતાનું નામ મનોજ શંકરભાઈ રામાવત (ઉં.વ. ૪૩,  ધંધો પ્‍લમ્‍બર, રહે. ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, રણછોડદાસ આશ્રમ પાસ) જણાવ્‍યું હતું.

પોલીે ડેલાની અંદર તપાસ કરતા  ત્‍યાંથી એઇટ પીએમ વ્‍હીસ્‍કી લખેલા પુંઠાના કુલ ૨૪ બોક્‍સ મળી આવ્‍યા હતા. આ બોક્‍સ ખોલીને જોતાં તેમાંથી ૅ૧૮૦ એમએલના કુલ ૧૧૫૨ ચપલા મળી આવ્‍યા હતાંઉ જેની કિંમત ૩,૩૫,૯૨૮ ગણી કબ્‍જે કરી મનોજ રામાવત વિરૂધ્‍ધ એ-ડિવીઝન પોલીસમાં ગુનો દાખલ કરાવી તેની ધરપકડ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીકની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ, સંતોષભાઇ, મહિપાલસિંહ, હરદેવસિંહ, ઘનશ્‍યામસિંહ, હેડકોન્‍સ. કિરતસિંહ, વિરેન્‍દ્રસિંહ, હરદેવસિંહ, કુલદીપસિંહ, વિજયભાઇ, ઉમેશભાઇ, દિલીપભાઇ, રાહુલગીરી, નગીનભાઇ, હિરેનભાઇ, કોન્‍સ. યુવરાજસિંહ, દેવરાજભાઇ, વાલજીભાઇ, હિરેન્‍દ્રસિંહ, વિશાલભાઇ અને ડ્રા. હેડકોન્‍સ. જયેશભાઇએ આ કામગીરી કરી હતી.

(2:31 PM IST)