તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
ભારીત જોષીના નિવાસે વોર્ડ નં.૧ રવિ રેસિડેન્સીમાં ‘મન કી બાત'નો કાર્યક્રમ યોજાયો

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ‘મન કી બાત' કાર્યક્રમનું ડી.ડી. ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. શહેરના તમામ વોર્ડ ૧ ના ૯૮૪ બુથ ઉપર કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત વોર્ડ ન ૧, બુથ નંબર ૧૮, રવિ રેસિડેન્સી ખાતે ભાજપ અગ્રણી એડવોકેટ ભારીતભાઈ જોષીના નિવાસસ્થાને મન કી બાતનો ૧૩૬મો એપિસોડના કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
આ તકે રોશની કમિટીના ચેરમેન પરેશભાઈ ઠાકર , કોર્પોરેટર સર્વશ્રી અંજનાબેન મોરઝરીયા, સેજલબેન ચૌધરી, પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, પ્રમુખ નાગજીભાઈ વરુ, મહામંત્રી રાણાભાઈ ગોજીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશાંતભાઈ જોષી, પ્રવિણાબેન જોષી તથા રવિ રેસીડેન્સીના રૂપાબેન પરમાર, પ્રફુલ્લાબેન , ભાવિશાબેન સૂચકએ ‘‘બુકે નહીં બુક આપી'' સન્માન કર્યું હતું.
‘‘મન કી બાત'' કાર્યક્રમમાં સુધીરભાઈ પુરોહિત, દીપેનભાઈ સૂચક, હસુભાઈ દત્તાની, અમિતભાઈ કોઠારી, શહેર ભાજપ પ્રેસ મીડિયા અગ્રણી અરુણભાઈ નિર્મળ, વિનુભાઈ વ્યાસ, ભારિત જોષી સહિત બૂથ વાલી, બૂથ પ્રમુખ, કાર્યકર્તાઓ, સોસાયટીના રહેવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે શ્રી પરેશ ઠાકરે જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈના નેતળત્વ હેઠળ ભારતે બાર વર્ષમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે. ગરીબ કલ્યાણ, ખેડૂતોના સશક્તિકરણ, મહિલાઓના ઉત્થાન, યુવાનોને રોજગારીની નવી તકો, ડિજિટલ ઈન્ડિયા, જનધન યોજના, આયુષ્માન ભારત, ઉજ્જ્વલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, વંદે ભારત ટ્રેન, નવી સંસદ, ચંદ્રયાન-૩ની ઐતિહાસિક સફળતા, જી-૨૦ શિખર સંમેલનનું સફળ આયોજન અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પ જેવા અનેક ઐતિહાસિક નિર્ણયો ભારતને વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતળત્વમાં ભારત ‘‘વિકસિત ભારત-૨૦૪૭''ના મહાસંકલ્પને સાકાર કરીને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરશે.
(2:24 PM IST)










