<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

૧૯ અને ૩ ગુનામાં સામેલ મનિષ પાંઉ તથા જય વાઢેરને પાસામાં ધકેલી દેવાયા

દારૂ અને મારામારીના ગુનાઓમાં સંડોવણીઃ પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ ત્રાજીયા સહિતે વોરન્‍ટ બજવણી કરી અમદાવાદ, વડોદરા જેલમાં ધકેલ્‍યા

 

રાજકોટ તા. ૧૬: શહેરના વધુ બે બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે. ગાંધીગ્રામ લાખના બંગલા પાછળ કષ્‍ટભંજન મેઇન રોડ પર જય ભવાની કૃપા ખાતે રહેતાં મનિષ ગીરીશભાઇ પાંઉ (ઉ.વ.૨૮) અને કીડવાઇનગર મોદી સ્‍કૂલની સામે સદ્દગુરૂ પાર્ક બ્‍લોક નં. ૭માં રહેતાં જય મુકેશભાઇ વાઢેરને અનુક્રમે અમદાવાદ અને વડોદરા જેલહવાલે કરાયા છે.

આ બંનેને પાસમાં ધકેલવાની દરખાસ્‍ત પીસીબીની ટીમે તૈયાર કરી હતી. જેને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજુર કરી હતી. મનિષ વિરૂધ્‍ધ ડીસીબી, એ-ડિવીઝન, ગાંધીગ્રામ, કુવાડવા રોડ પોલીસ,  યુનિવર્સિટી, શાપર સહિતના પોલીસ સ્‍ટેશનોમાં દારૂના ૧૯ ગુના નોંધાયા હતાં.  જ્‍યારે જય વાઢેર વિરૂધ્‍ધ દારૂ, મારામારીના ત્રણ ગુના હતાં. મનિષ અગાઉ પણ એક વખત પાસામાં જઇ આવ્‍યો હતો અને હદપાર પણ કરાયો હતો.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્‍વામી, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, જયેશભાઇ ગઢવીએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:07 PM IST)