<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પડધરીના રૂપાવટીમાં મામલતદારનું ખેતીની જમીન પરનું દબાણ હટાવાયું :૧૦ કરોડની જમીન ખૂલ્લી

રાજકોટ, તા.૪: રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં સરકારી જમીનો પર થયેલા દબાણો સામે મામલતદાર  તંત્ર  દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.ે પડધરી તાલુકાના રૂપાવટી ગામ ખાતે વર્ષોથી સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે મામલતદાર દ્વારા ડિમોલિશન હાથ ધરી ૯૦ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ છે.

 પડધરી નજીક આવેલા રૂપાવટી ગામમાં આશરે આઠ એકર જેટલી સરકારી જમીન પર લાંબા સમયથી દબાણ કરવામાં આવ્‍યું હતું. આ જમીન પર ઓરડી સહિત ખેતીલક્ષી પ્રવળત્તિઓના નામે દબાણ કરવામાં આવ્‍યું હોવાનું બહાર આવ્‍યું.

આ મામલે પડધરી મામલતદાર કચેરી દ્વારા સંબંધિત દબાણકર્તાને અગાઉ અનેક વખત નોટિસ પાઠવી સરકારી જમીન પરથી દબાણ સ્‍વેચ્‍છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં નોટિસો આપવા છતાં દબાણ દૂર કરવામાં ન આવતાં આખરે વહીવટી તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો.

પડધરી મામલતદાર કેતન  સખીયાના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરીની ટીમ દ્વારા સ્‍થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો અનુસાર, અમરસિંહ ચૌહાણ નામના વ્‍યક્‍તિ દ્વારા આ સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્‍યું હોવાનું સામે આવ્‍યું છે. આશરે આઠ એકર જેટલી વિશાળ જમીન પર કરવામાં આવેલા આ દબાણની બજારકિંમત અંદાજે રૂ.૧૦ કરોડથી પણ વધુ થવા જાય છે.

 

(2:46 PM IST)