<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

આણંદપર-નવાગામમાં ૩૫ મકાનોનું દબાણ હટાવવા મામલતદારનું બૂલડોઝર ફરી વળ્‍યું: ૧૦ કરોડની જમીન ખૂલ્લી

લાંબા સમય બાદ કલેકટરનુ ઓપરેશનઃ ૧૦ વર્ષથી દબાણ હતું: નવા દબાણો ઉભા થયેલ..

રાજકોટ, તા.૨૨:  શહેરની ભાગોળે આણંદ નવાગામના સર્વે નંબર ૨૦૭ પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી દબાણો હોવાનો કલેકટર તંત્રના ધ્‍યાનમાં આવતા ૩૫ જેટલા મકાન અને નોટીસ આપવામાં આવી હતી પરંતુ જમીન ખાલી ન કરતા આજે જિલ્લા કલેક્‍ટર ઓમ પ્રકાશની સૂચના બાદ સરકારી જમીન પર રહેલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવી, તાલુકા મામલતદાર શ્રી મકવાણાએ કલેકટરને રીપોર્ટ કર્યો હતો.

અધિકારીઓના જણાવ્‍યા મુજબ રાજકોટ નજીક આવે આણંદ પર નવાગામ ખાતે સર્વે નંબર ૨૦૭ પૈકીની સરકારી જમીન પર થયેલા કેટલાય સમયથી ૩૫ જેટલા કાચા પાકા મકાનો ખડકી દેવામાં આવ્‍યા હતા અને નોટિસો આપવા છતાં પણ સરકારી જમીન ખાલી ન કરતા આજે તાલુકા મામલતદાર ની ટીમ દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. અંદાજિત દસ કરોડથી પણ વધુને સરકારી જમીન ખુલી કરવામાં આવી હતી. આણંદપર-નવાગામના ઢોરાપાસે તળાવની બાજુમાં આ ઓપરેશન હાથ ધરાયું હતું.

 તાલુકા મામલતદાર  મકવાણા તેમજ દબાણના મામલતદાર ભૂમિ લાવડીયા સર્કલ ઓફિસર તેજ બાણુંગરિયા સહિતના પીજીવીસીએલ તેમજ પોલીસ ચુસ્‍ત બંદોબસ્‍ત સવાર૧૧ વાગ્‍યા બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

(3:39 PM IST)