News of Wednesday, 30th September 2026
જામનગર હાઇવે ઉપર સરકારી જમીન ઉપરનું દબાણ દુર કરતા મામલતદાર :૧ કરોડની જમીન ખૂલ્લી
રેવન્યુ સર્વેનંબરની યુએલસી ફાજલ જમીન ઉપર ખોડીયાર હોટલ ઉભી કરી નાંખી હતી

રાજકોટ, તા.૩૦: રાજકોટ મામલતદાર શ્રી મકવાણાની સૂચના બાદ નાયબ મામલતદાર- દબાણ, શ્રી ભૂમી લાવડીયા અને તેમજ તલાટી અને ટીમે પોલીસ બંદોબસ્ત સામે ત્રાટકી અને ૩૦૦ ચો.મી. જમીન ઉપર ઉભુ થઇ ગયેલ દબાણ દુર કરી ૧ કરોડની જમીન ખૂલ્લી કરાવી હતી.
અધીકારી સુત્રોના કહેવા મુજબ જામનગર હાઇવે ઉપર પરાપીપળીયા રેવન્યુ સર્વેનંબર ૭૭,૭૮,૭૯ પૈકીની યુએલસી ફાજલ જમીન ઉપર ખોડીયાર હોટલ હરીભાઇ નામના આસામીએ ઉભી કરી દીધી હતી. આ બાબત મામલતદારને ધ્યાને આવતા તેમની સૂચના બાદ ગઇકાલે ૩૦૦ ચો.મી. જમીન ઉપર ઉભુ થઇ ગયેલ આ દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દઇ ૧ કરોડની જમીન ખૂલ્લી કરાવાઇ હતી. અને કલેકટરને રીપોર્ટ કરી દેવાયો છે.
(3:05 PM IST)










