News of Sunday, 11th October 2026
માલવીયાનગર પોલીસે એટ્રોસિટી અને રાયોટીંગના ગુનામાં નાસતા-ફરતા શાહરૂખ કુરેશી અને ઈમ્તિયાઝ સોરાને પકડયા
ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની સૂચના હેઠળ પીઆઇ જે.એમ. કૈલા તથા પીએસઆઈ કે.ડી. મારૂ, એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયા, કેતનભાઈ નીકોલા અને ટીમની કામગીરી

રાજકોટ: શહેરના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જગ્યાએ પતા રમવા બાબતે થયેલી બોલાચાલી અને તકરાર બાદ લોખંડના પાઇપ તથા ધોકાથી જીવલેણ હુમલો કરવાના ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી દ્વારા ના પાડવા છતાં આરોપી શાહરૂખ તથા અન્ય લોકોએ ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જે અંગે એટ્રોસિટી એક્ટ, રાયોટીંગ તેમજ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે આ કામગીરી કરી છે. પોલીસે પકડેલા આરોપીઓમાં શાહરૂખ સલીમભાઇ કુરેશી (રહે. નાનામવા સર્કલ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ) અને ઇમ્તીયાઝ વલીભાઇ સોરા (રહે. ઉદ્યોગનગર કોલોની, ગોંડલ રોડ, રાજકોટ)નો સમાવેશ થાય છે.પકડાયેલા આરોપીઓ પૈકી શાહરૂખ સલીમભાઇ કુરેશી અગાઉ રાજકોટ તાલુકા અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જી.પી. એક્ટ હેઠળના ગુનાઓમાં સંડોવાયેલ છે, જ્યારે ઇમ્તીયાઝ વલીભાઇ સોરા વિરુદ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળનો ગુનો નોંધાયેલ છે.
આ કામગીરી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈત્યન માંડલીક, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૨) રાકેશ દેસાઈ તથા મદદનીશ પોલીસ કમિશનર (દક્ષિણ વિભાગ) બી.જે. ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. કૈલા તથા સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. કે.ડી. મારૂ, એ.એસ.આઈ. કેતનભાઈ શેખલીયા, કેતનભાઈ નીકોલા, હેડ કોન્સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઈ ઓગાણીયા, અનીલભાઈ જીલરીયા તેમજ કોન્સ. અમરદીપસિંહ , વીથ્રરાજસિંહ જાડેજા અને કરણભાઈ જાદવ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે
(9:42 PM IST)










