તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
રાજકોટ પોલીસ બેડામાં મોટા ફેરફાર: પોલીસ કમિશનર દ્વારા 3 પી.આઈ.ની આંતરિક બદલી : ક્રાઇમ બ્રાન્ચ માં અજિત સિહ ચાવડા મુકાયા

રાજકોટ : શહેર પોલીસમાં વહીવટી સરળતા માટે આજે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીઓનો હુકમ કરવામાં આવ્યો છે.
પી.આઈ. શ્રી ડી.એમ. હરિપરા: તેઓ અગાઉ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા હતા, જેમને હવે EOW (આર્થિક ગુના નિવારણ શાખા) માં મુકવામાં આવ્યા છે.
પી.આઈ. શ્રી એ.એસ. ચાવડા: તેઓની બદલી EOW માંથી ડી.સી.બી. (ક્રાઇમ બ્રાન્ચ) માં કરવામાં આવી છે.
પી.આઈ. શ્રી એમ.આર. ગોંડલિયા: તેઓ ડી.સી.બી. માંથી હવે પી.સી.બી. માં પોતાની ફરજ બજાવશે.
વધારાનો ચાર્જ: સાયબર ક્રાઈમ પી.આઈ. ની ખાલી પડેલી જગ્યા પર સાયબર ક્રાઈમના જ પી.આઈ. શ્રી એસ.ડી. ફૂલતરીયા ને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
ઉપરોક્ત તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની જૂની જગ્યાએથી છૂટા થઈ નવી નિમણૂકના સ્થળે હાજર થવા અને તેનો અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે.
(4:30 PM IST)










