<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રાજકોટ પોલીસ બેડામાં મોટો ફેરફાર : ૪ વર્ષથી એક જ જગ્યાએ જમાવટો કરનાર ૮૪ જવાનોની બદલી કરતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા : જુઓ સંપૂર્ણ લિસ્ટ

વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા પોલીસ કમિશનરનો મોટો આદેશ : શહેરના વિવિધ પોલીસ મથકોમાં ૪ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ

રાજકોટ:રાજકોટ શહેર પોલીસ બેડામાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ્યથી મોટા પાયે બદલીનો ઘાણવો ફેરવવામાં આવ્યો છે. શહેરના વિવિધ પોલીસ મથકોમાં સતત ૪ વર્ષ કરતાં પણ વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ૮૪ જેટલા પોલીસ જવાનોની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા તાત્કાલિક અસરથી અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં આંતરિક બદલી કરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેર પોલીસ દળમાં લાંબા સમયથી એક જ પોલીસ મથકે નિયુક્ત રહેલા કર્મચારીઓની બદલી કરવા અંગે વહીવટી સ્તરે વિચારણા ચાલી રહી હતી. પોલીસ તંત્રની કામગીરીમાં વધુ સુદ્રઢતા, શિસ્ત અને પારદર્શિતા લાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ આંતરિક બદલીના આદેશ સાથે જ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં નવી નિયુક્તિઓની યાદી અમલી બનાવી દેવામાં આવી છે, જેનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે હલચલ મચી ગઈ છે.

(8:58 PM IST)