તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દર વર્ષની શૃંખલા પરંપરા જાળવી રાષ્ટ્રીયશાળા દ્વારા મંગળવારે નૂતનવર્ષ સ્નેહમિલન યોજાશે
શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, નગર સેવકો, રાજકીય સામાજિક અગ્રણીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, સામાજિક સંસ્થાના વડાઓ, હોદેદારશ્રીઓ સહિતના મહાનુભાવોને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંગળવારે સવારે ૮ વાગે ઉપસ્તિ રહેવા આગ્રહપૂર્વક આમંત્રણ

રાજકોટઃ આપણા જીવનમાં ખુશી અને પ્રકાશ લાવનારા, નવા વર્ષની શરૂઆત થાય છે. આપણે બધાને જુદાજુદા માધ્યમથી રૂબરૂ મળવાનું ઓછુ અને નવા વર્ષની શુભેચ્છા ડીજીટલી પાઠવી દેવાનું ચલણ વધતું જાય છે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીયશાળા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘‘સ્નેહ મિલન'' રાખવામાં આવેલ છે. મહાત્મા ગાંધી સ્થાપિત રાષ્ટ્રીયશાળા રાજકોટના જાહેરજીવન માટેનું કેન્દ્ર રહ્યું છે. અહીની પરંપરા રહી છે કે સમાજ જીવનના અને નગરના શ્રેષ્ઠીઓ નવા વર્ષની શરૂઆત સાથે મળીને ગાંધીજીની આ પવિત્ર ભૂમિ ઉપર કરતા રહ્યા છે. આ શૃંખલાને આગળ વધારવા તાઃ૧૦, મંગળવારના રોજ સવારના ૮:૩૦ કલાકે રાષ્ટ્રીયશાળાના પ્રાંગણમાં ‘‘સ્નેહ મિલન'' રાખવામાં આવેલ છે. જેમાં શહેરના શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, નગર, સેવકો સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો સહિત લોકોને પધારવા માટે રાષ્ટ્રિ શાળા તરફથી હાર્દિક આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
(2:28 PM IST)










