તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
થેલેસેમિયા ગ્રસ્ત 413થી વધુ બાળકો માટે ‘મહારક્તદાન’નો સેવાયજ્ઞ
ચમત્કારિક હનુમાનજી મંદિરના ગણપતિ મહોત્સવમાં 153 બોટલ રક્ત એકત્રિત : સિવિલ બ્લડ બેન્ક દ્વારા મંદિરને સન્માનપત્ર અર્પણ

રાજકોટ : અહીંના કાલાવડ રોડ પર આવેલ શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિર દ્વારા આયોજિત 17મા ગણપતિ મહોત્સવ અંતર્ગત રાજકોટ સરકારી હોસ્પિટલના 413થી વધુ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની સારવાર માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવાભાવી ભાવિકોએ મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કર્યું હતું અને કેમ્પ દરમિયાન કુલ 153 બોટલ રક્ત એકત્રિત થયું હતું.
રક્તદાન જેવી માનવસેવાની પ્રવૃત્તિ બદલ સિવિલ હોસ્પિટલ બ્લડ બેન્કના ડો. અભિજીત જોશી દ્વારા શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિરને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ સિવિલ હોસ્પિટલની ટીમનું ખેસ પહેરાવી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચમત્કારિક ધામના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ ભગત, કાર્યકારી પ્રમુખ તથા એડવોકેટ શ્રી ગીરીરાજસિંહ રાઠોડ, મંદિર ટ્રસ્ટી શ્રી નીરુભા વાઘેલા, શ્રી કૃષ્ણદેવસિંહ ગોહિલ, શ્રી વિશાલસિંહ ગોહિલ, મારવાડી કોલેજના પ્રોફેસર શ્રી યોગરાજસિંહ રાણા, શ્રી આશિષભાઈ ગોહિલ, શ્રી જયેશભાઈ માલવી, શ્રી યોગેશભાઈ પોપટ, શ્રી દિલીપસિંહ જાડેજા (વેજા ગામ), શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી મેઘજીભાઈ શિંગાળા, શ્રી જીતુભાઈ ચંદારાણા, શ્રી ઘનશ્યામભાઈ ભટ્ટ, શ્રી રાજુભાઈ ઘેલાણી, શ્રી વિક્રમસિંહ પરમાર, શ્રી સંજયભાઈ તન્ના સહિતના આગેવાનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(4:51 PM IST)










