News of Monday, 26th October 2026
સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે મહારકતદાન કેમ્પ
સરદાર પટેલ સોશ્યલ ગૃપ રાજકોટ (વેસ્ટ) દ્વારા શનિવારે આયોજીત : દરેક રકતદાતાને રૂા. ૯૦૦ની ગીફટ આઇટમો, લક્કી ડ્રો દ્વારા ૧ ગ્રામની સોનાની ગીની અપાશે

રાજકોટ : શ્રી સરદાર પટેલ સોશ્યલ ગૃપ, રાજકોટ (વેસ્ટ) દ્વારા દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આપણા ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧પ૧મી જન્મ જયંતિ નિમીતે ૩૧ ઓકટોબરને શનિવારના રોજ સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી લેઉઆ પટેલ બોર્ડીંગ, બાલાજી હોલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
આ મહારકતદાન કેમ્પમાં બ્લડ ડોનરને ૯૦૦ રૂા. સુધીની ગીફટ આઇટમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પની લીન્કમાં રજીસ્ટ્રેશન કરાવનાર ડોનરને ડ્રો દ્વારા ૧ ગ્રામની ૧૧ સોનીની ગીની આપવામાં આવશે. રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી આયોજીત આ રકતદાન કેમ્પમાં ર૧૦૦થી વધુ રકતની બોટલ એકત્ર થવાનો અંદાજ હોવાનું જણાવાયું છે. આયોજનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ધર્મેશ વાડોદરીયા, સલાહકાર હાર્દિક અજુડીયા, ધીરજલાલ દુધાત, રાજેશ વૈષ્ણવ, કેતન સોરઠીયા, નૌતમ બારસીયા, નિલેશ વેકરીયા, મયુર બાલધા, મયુર બારસીયા, રમેશ વસોયા, દેવેન નોંઘણવદરા, કલ્પેશભાઇ સતાસીયા, નિતેશભાઇ વસોયા, કિશોરભાઇ કથીરીયા, રાજુભાઇ જુની જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે મો. ૯૮૭૯પ૪૯પપ૧ પર સંપર્ક કરવો. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:38 PM IST)










