તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
રાજકોટ કા મહારાજા' ગણપતિ દાદા અને મા દુર્ગા માતાજી યાજ્ઞિક રોડ પર બિરાજશે
ગણેશ અથર્વશીર્ષ પાઠ, રકતદાન - સર્વરોગ નિદાન કેમ્પ, શ્લોક સ્પર્ધા, દત્ત બાવનીના પાઠ, સંગીત સંધ્યાના કાર્યક્રમો

રાજકોટ : ભૂદેવ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ સતત અઢારમા વર્ષે ડૉ. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ૧૮મા વર્ષે ‘રાજકોટ કા મહારાજા'નું આયોજન કરવામાં આવ્યું છે. ઇકોફ્રેન્ડલી ગણપતિ દાદા અને મા દુર્ગા માતાજીનું સ્થાપન કરવામાં આવશે.
સોમવારે સાંજે પ વાગ્યે ગણપતિજીની મૂર્તિની પ્રતિષ્ઠા શાષાીજીઓ દ્વારા શુભ મુહુર્તમાં વૈદિક મંત્રોચ્ચાર, પુજા, અર્ચના કરવામાં આવશે અને ગણપતિ બાપા મોરીયાના નાદ સાથે પધરામણી કરવામાં આવશે. સાંજે ૭ કલાકે સંસ્થાની વેબસાઇટ લોન્ચીંગ, તા. ૧પ મંગળવાર સાંજે ૭ કલાકે બાળકો માટે કલે આર્ટ / પેઇન્ટીંગ તેમજ રાત્રીના ૯ કલાકે ગણેશ અથર્વશીર્ષ પાઠ, તા. ૧૬ બુધવારે સાંજે ૭ કલાકે સ્ટોરી ઓફ ગોડ (ર મીનીટ) તેમજ રાત્રીના ૯ કલાકે બ્લડ ડોનેશન / સર્વ રોગ નિદા કેમ્પ, તા. ૧૭ ગુરૂવાર સાંજે ૭ કલાકે કંઠસ્થ શ્લોક સ્પર્ધા તેમજ રાત્રીના ૯ કલાકે દત્તબાવનીના પાઠ, તા. ૧૮ શુક્રવાર સાંજે ૭ કલાકે સ્ટ્રીટ ગેમ્સ તેમજ રાત્રીના ૯ કલાકે ભકિત સંગીત સંધ્યા, તા. ૧૯ શનિવાર સાંજે ૭ કલાકે લુડો/ચેસ સ્પર્ધા તેમજ રાત્રીના ૯ કલાકે હનુમાન ચાલીસાના પાઠ, તા. ર૦ રવિવાર સાંજે ૭ કલાકે હેલ્ધી બેબી કોમ્પીટીશન તેમજ રાત્રીના ૯ કલાકે વડિલ વંદના, તા. ર૧ સોમવાર સાંજે ૭ કલાકે બાળકો માટે ડાન્સ સ્પર્ધા તેમજ રાત્રીના ૯ કલાકે અન્નકુટ દર્શન, તા. રર મંગળવાર સાંજે ૭ કલાકે બાળકો માટે મ્યુઝીકલ ચેર તેમજ રાત્રીના ૯ કલાકે ૧૦૮ દિવડાની મહાઆરતી, તા. ર૩ બુધવાર સાંજે ૬ કલાકે સત્યનારાયણ ભગવાનની કથા, તા. ર૪ ગુરૂવાર રાત્રીના ૯ કલાકે ડાંડીયા રાસ, તા. રપ શુક્રવાર સવારના ૭ કલાકે વિસર્જન યાત્રા.
‘રાજકોટ કા મહારાજા'ની મહાઆરતી દરરોજ રાત્રીના ૮ વાગ્યે કરવામાં આવશે. જે દરરોજ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટયુબના સોશ્યલ મીડીયાના માધ્યમથી ઘરે નિહાળી શકાશે. ‘રાજકોટ કા મહારાજા' ગણેશના ઉત્સવને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદી (મો. નં. ૯૯૦૪૦૦૪૮૩૮)ના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિની ટીમ વિશાલ ઉપાધ્યાય, ઉદીત વોરા, મીત ભટ્ટ, મોહિત વ્યાસ, જીતેન શુકલ, ધ્રુવ ભટ્ટ, દિલીપ જાની, મયુર વોરા, જયોતિન્દ્ર પંડયા, ચિરાગ ઠાકર, પરાગ મહેતા, વિરલ જોશી, અર્જુન શુકલ, ચેતન દુસરા, વિશાલ આહ્યા, નિશાંત રાવલ, માનવ વ્યાસ, દિપક જયસ્વાલ, ભરત દવે, વિકી ઠાકર, જય જોષી, જય રાવલ, પ્રશાંત ઓઝા, સંદિપ પંડયા, ચેતન જોષી, અલ્પેશ જોષી, જયદીપ રાવલ, ભાવેશ વાઢેર, ધીરેન કથરેચા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:27 PM IST)










