તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 8th July 2026
મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ. સુખરામદાસજી બાપુના સાનિધ્યમાં અયોધ્યામાં શ્રી રામકથા
મેંદરડાના શ્રી રામજી મંદિર (ખાખી મઢી)ના મહંત... : વ્યાસાસને પ.પૂ. ડો. મહાદેવપ્રસાદ મહેતાઃ કાર્યક્રમના અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ. કનકેશ્વરી માતાજીઃ દિપપ્રાગટય અગ્નિ અખાડાના સભાપતી પ.પૂ. મુકતાનંદજી બાપુના હસ્તે થશેઃ ૧૫ થી ૨૩ જુલાઇ સુધી શ્રી બડાભકત માલ આશ્રમે આયોજન : ડો.મનસુખભાઇ માંડવીયા,રાજેશભાઇ ચુડાસમા, કોૈશિકભાઇ વેકરીયા, સંજયભાઇ કોરડીયા, જયેશભાઇ રાદડીયા, અરવિંદભાઇ લાડાણી, દેવાભાઇ માલમ, ભગવાનજી ભાઇ કરગડીયા, સહિતના માનવંતા મહેમાનોઃ દાતાઓનો અભૂતપૂર્વ સહયોગ

‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ‘અકિલા' વેબ એડિશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સાથે મેંદરડાના મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ મહંત પૂ. સુખરામદાસજી બાપુ તથા શ્રી રામકથાના મુખ્ય યજમાન જયેશભાઇ અગ્રાવત (ઇટાલિયન બેકરી-રાજકોટ) તથા કેશોદના પિયૂષભાઇ રાદડિયા નજરે પડે છે.
રાજકોટ, તા., ૮: શ્રી રામજન્મ ભુમી અયોધ્યામાં જુનાગઢ જીલ્લાના મેંદરડાના શ્રી રામજી મંદીર (ખાખી મઢી)ના મહંત મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પૂ.સુખરામદાસજી બાપુ તથા ખાખી મઢી સેવક પરીવાર દ્વારા કથાકાર પ.પૂ. શ્રી ડો.મહાદવ પ્રસાદ મહેતાના વ્યાસાસને અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞ અંતર્ગત શ્રી રામકથાનું આયોજન કરાયું છે. જેનુ અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલા વેબ એડીશનના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાને આમંત્રણ પાઠવ્યું હતું.
જુનાગઢ જીલ્લાના મેંદરડાના સામે કાંઠે આવેલ શ્રીરામજી મંદીર (ખાખી મઢી) ના મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંત પૂ.સુખરામદાસજી બાપુએ અકિલા ખાતે જણાવ્યું હતું કે તિર્થક્ષેત્રોમાં ૧ર કથાનું આયોજન કરાયું છે. જેમાં હરીદ્વારમાં કથાનું આયોજન થઇ ચુકયું છે. હવે તા.૧પ-૭-ર૦ર૬ થી તા.ર૩-૭-ર૦ર૬ સુધી અયોધ્યામાં રામકથા જ્ઞાનયજ્ઞ-શ્રીરામકથાનું અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞ અંતર્ગત સુવિખ્યાત કથાકાર પ.પૂ.ડો.મહાદેવપ્રસાદ મહેતા બિરાજીને પોતાની સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથાનું આયોજન ઉતરપ્રદેશમાં શ્રીરામ જન્મભુમી અયોધ્યા ખાતે આવેલા શ્રી બડા ભકતમાલ આશ્રમ ખાતે કરાયું છે.
મેંદરડા ગામનીઅધ્યાત્મક ભુમી ખાખી મઢી શ્રીરામજી મંદીરના મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી સુખરામદાસજી બાપુ ગુરૂ શ્રી રામકિશોરદાસજી બાપુની આગેવાનીમાં કથાકાર પૂ.ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને આયોજન શ્રી રાકથાનો તા.૧પ-૭-ર૬ને બુધવારે શુભ ચોઘડીયે પોથી યાત્રા સાથે પ્રારંભ થશે. ત્યાર બાદ તા.૧૬-૭-ર૬ને ગુરૂવારે શુભ ચોઘડીયે શિવ વિવાહ પ્રસંગ ઉજવાશે.
આ ઉપરાંત તા.૧૭-૭-ર૬ને શુક્રવારે શુભ ચોઘડીયે શ્રી રામ જન્મ પ્રસંગ, તા.૧૮-૭-ર૦ર૬ને શનિવારે શુભ ચોઘડીયે શ્રીરામ બાળલીલા પ્રસંગ, તા.૧૯-૭-ર૦ર૬ને રવિવારે શુભ ચોઘડીયે શ્રી રામ વિવાહ, તા. ર૦-૭-ર૦ર૬ ને સોમવારે શુભ ચોઘડીયે શ્રી રામ વનગમન, તા.ર૧-૭-ર૬ને મંગળવારે શુભ ચોઘડીયે શ્રી સુંદરકાંડ પાઠ તા.રર-૭-ર૦ર૬ને બુધવારે શુભ ચોઘડીયે શ્રીરામ ભગવાન રાજયાભિષેક તથા તા.ર૩-૭-ર૦ર૬ને ગુરૂવારે શુભ ચોઘડીયે શ્રીરામ કથા વિરામ લેશે.
કથાનું રસપાન પ.પૂ. ડો.મહાદેવપ્રસાદ મહેતા દરરોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી કરાવશે.
મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ મહંત શ્રી સુખરામદાસજી બાપુ ગુરૂશ્રી રામકિશોરદાસજી બાપુએ અકિલાને વધુમાં જણાવ્યું કે નુતન નવ નિર્માણ મંદીર આ શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાનની રકમ મંદીરના નિર્માણ હેતુ ખર્ચ કરવામાં આવશે.
વ્યાસવકતા શ્રી પ.પૂ.ડો.મહાદેવપ્રસાદ મહેતાના વ્યાસાસને આયોજીત શ્રીરામ કથાના સમસ્ત કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનકેશ્વરી માતાજી (ખોખરા હનુમાનજી મંદીર-મોરબી) તથા દિપ પ્રાગટય અગિ્ન અખાડા સભાપતી શ્રી પ.પૂ. શ્રી મુકતાનંદજી બાપુ (ચાંપરડા-વિસાવદર) ના હસ્તે કરવામાં આવશે.
શ્રીરામ કથાના મુખ્ય યજમાન જયેશભાઇ અગ્રાવત, શ્રીમતી કુંદનબેન જયેશભાઇ અગ્રાવત પરિવાર, મુખ્ય દાતાશ્રીઓમાં ૧૧૧૧૧૧ સ્વ. શાંૅતાબા વાલજીભાઇ પ્રજાપતિ સ્વ. વાલજીભાઇ દાનાભાઇ પ્રજાપતિ હસ્તે ઇશ્વરભાઇ પ્રજાપતી (વડોદરા) રૂા. પ૧ હજાર વેજાણંદભાઇ પરબતભાઇ વાળા હસ્તે ભાવેશભાઇ વેજાણંદભાઇ વાળા (વેરાવળ) રૂા. રપ હજાર સ્વ.પ્રેમદાસભાઇ હરીદાસભાઇ નિમાવત હસ્તે વાસુદેવભાઇ નિમાવત (વિસાવદર) રૂા. રપ હજાર મનસુખભાઇ ધનજીભાઇ વાઢીયા (અમદાવાદ) રૂા. રપ હજાર મહેશભાઇ લાલજીભાઇ જાદવ (રાજકોટ) રૂા. રપ હજાર ગૌ.વા. રમાબેન પ્રવિણચંદ્ર જાજલ, હસ્તે દિનેશકુમાર પ્રવિણચંદ્ર જાજલ (રાજકોટ) રૂા. રપ હજાર સુંદરદાસ જેઠાલાલ લાઘાણી હસ્તે વિશાલભાઇ લાઘાણી (અશોક બેકરી-રેલ્વે સ્ટેશન રોડ જુનાગઢ) તથા સ્વ. રીટાબેન રાજેશભાઇ દોશી (રાજકોટ) પરીવારનો સહયોગ પ્રાપ્ત થયો છે.
મુખ્ય મહેમાન તરીકે ભોવાનભાઇ પરસોતમભાઇ રંગાણી, ભાવનાબેન ભાોવાનભાઇ રંગાણી ,પૂ.દરબાર શ્રી જોરૂબાપુ જીવકુબાપુ ખુમાણ ગુજરીયા દરબારશ્રી, આર.એ.આર. ફાઉન્ડેશન રાજદીપસિંહ જાડેજા (રીબડા-રાજકોટ) બળવંતભાઇ જે.ધામી (વિશાલ ગ્રીન વુડસ રીસોર્ટ માણકા-સાસણગીર) હરેશભાઇ કેશુભાઇ શિંગાળા (રાજકોટ) ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત હરેશભાઇ ઠુંમર (મોટી ખોડીયાર) દિનેશભાઇ દેવાણંદભાઇ સોલંકી (મેંદરડા) આહીર માલદેભાઇ પાનેરા (જુનાગઢ), દક્ષાબેન ધીરૂભાઇ વાળા (દિવ-લંડન), જયેશભાઇ ધીરજલાલ ભરાડ (જુનાગઢ) દિનેશભાઇ પ્રવિણચંદ્ર જાજલ (રાજકોટ) સુરાપુરા શ્રી હરજીબાપા (સમસ્ત જાજલ પરીવાર) વિનુભાઇ જોશી (અકીલા બ્યુરો ચીફ -જુનાગઢ) સંજયભાઇ કોરડીયા (ધારાસભ્ય-જુનાગઢ), અરવિંદભાઇ લાડાણી (ધારાસભ્ય-માણાવદર) દેવાભાઇ માલમ (ધારાસભ્ય-કેશોદ), ભગવાનજીભાઇ કરગઠીયા (ધારાસભય-માંગરોળ) રમેશભાઇ ધડુક (પુર્વ સાંસદ પોરબંદર) જયેશભાઇ રાદડીયા (ધારાસભ્ય-જેતપુર) ડો. મનસુખભાઇ માંડવીયા (કેન્દ્રીય મંત્રી) રાજેશભાઇ ચુડાસમા (સાંસદ-જુનાગઢ) કિરીટભાઇ પટેલ (ચેરમેન જેડીસીસી બેન્ક જુનાગઢ) પરેશભાઇ ગોહેલ (ઓએસડી ઇફકો ન્યુ દિલ્હી-ગોંડલ) કૌશીકભાઇ ગુજરીયા (મંત્રી ગુજરાત રાજય) કલ્પેશભાઇ મહેતા (ભાગવતાચાર્યજી-વેરાવળ), હિતેષભાઇ ધાંધલીયા (ડીવાયએસપી જુનાગઢ) વત્સલભાઇ સાવજ (પીઆઇ મેંદરડા) જીતુભાઇ વિરડીયા (રાજકોટ), મુકેશભાઇ મહેતા (જુનાગઢ) ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત પોથીજી પાટલાઓના યજમાન શ્રીઓ રૂા. ૧૧૧૧૧૧ રોહીતકુમાર હરસુખલાલ અમૃતીયા (ધોરાજી-રાજકોટ) પરીવારના સ્વ.કાંતીલાલ કરશનજી અમૃતીયા, સ્વ.મંગળાબેન કાંતીલાલ અમૃતીયા, સ્વ.કરશનજી કાજી અમૃતીયા, હરસુખલાલ કરશાજી અમૃતીયા, જશુબેન હરસુખલાલ અમૃતીયા, સ્વ.પ્રો. કિશોરચંદ્ર કાન્તીલાલ અમૃતીયા, સ્વ.રાજેશકુમાર કાંતીલાલ અમૃતીયા, સ્વ.પ્રફુલાબેન જગદીશભાઇ અમૃતીયા, સ્વ.સુવર્ણાબેન હરીશભાઇ અમૃતીયા પરીવાર છે.
સ્વ. પૂ. લાલદાસ કાનદાસ યોગાનંદી હસ્તે વિશાલભાઇ તથા જયેશભાઇ છબીલદાસ કૌશીક (યોગાનંદી) એડવોકેટ એન્ડ નોટરી પરીવાર કેશોદ છે.
ધર્મ યાત્રામાં જોડાવવા તથા શ્રીરામકથાનું શ્રવણ કરવા મેંદરડાના શ્રીરામજી મંદીર (ખાખી મઢી)ના મહામંડલેશ્વરશ્રી ૧૦૦૮ મહંત શ્રી સુખરામદાસજી બાપુ તથા ખાખી મઢી સેવક પરીવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે. (૯.૧૪)
સંપર્ક સુત્ર
મો.૯૯૧૩૬ ૦૧૦૦૮
(2:51 PM IST)










