તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
રાજદેવ પરિવાર દ્વારા ભક્તિનો મહાકુંભ : રવિવારથી ભાગવત કથા
રવિવારે કાશી વિશ્વનાથ મંદિરેથી નીકળશે ભવ્ય પોથીયાત્રા : વ્યાસપીઠ પરથી શાષાી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ પિતૃકથાની અમૃતવાણી રેલાવશે : નંદ મહોત્સવ, ગોવર્ધન પૂજા અને રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગોની ધામધૂમથી ઉજવણી થશે : ધર્મપ્રેમીજનોને આમંત્રણ

રાજકોટ : સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી રાજકોટના આંગણે ફરી એકવાર ભક્તિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. રાજદેવ પરિવાર દ્વારા પોતાના પિતળઓના મોક્ષાર્થે અને કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજી તથા શ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી આગામી ર્ંતા. ૧૭ મે થી ૨૪ ર્મેં દરમિયાન ભવ્ય ર્ં‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞર્'ંનું આયોજન કરવામાં આવ્યું છે. જવાહર રોડ પર આવેલા મોહનભાઈ હોલ ખાતે યોજાનારા આ મહોત્સવમાં સમગ્ર રાજદેવ પરિવાર ભક્તિના રંગે રંગાશે.
આ મહોત્સવનો પ્રારંભ ૧૭ મે, રવિવારના રોજ સવારે ૧૧ કલાકે યુનિવર્સિટી રોડ પર સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી નીકળનારી ભવ્ય પોથીયાત્રા સાથે થશે. વાજતે-ગાજતે નીકળનારી આ યાત્રા કથા સ્થળે પહોંચ્યા બાદ વિધિવત કથાનું સ્થાપન થશે. પ્રખ્યાત કથાકાર ‘શાષાી શ્રી શ્યામસુંદરદાસજી મહારાજ' પોતાની શૈલીમાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
કથા દરમિયાન ભગવાનના વિવિધ અવતારો અને પ્રસંગોને જીવંત કરવામાં આવશે : ૨૦ મે (બુધવાર) વામન અવતાર, રામ જન્મ અને સાંજે ૬:૩૦ કલાકે ધામધૂમથી ‘નંદ મહોત્સવ' ઉજવાશે. ૨૧ મે (ગુરૂવાર) સાંજે ૬:૩૦ કલાકે ‘ગોવર્ધન પૂજા' અને અન્નકૂટ દર્શન યોજાશે. ૨૨ મે (શુક્રવાર) પ્રભુના લગ્નોત્સવ એટલે કે ‘રૂક્ષ્મણી વિવાહ'નો ભવ્ય પ્રસંગ ઉજવાશે. ૨૩ મે (શનિવાર) ભાવપૂર્ણ ‘સુદામા ચરિત્ર' સાથે કથાનું વિરામ થશે. ૨૪ મે (રવિવાર) સવારે ૭ કલાકે યજ્ઞ અને બપોરે ૧૨ કલાકે બીડું હોમવાની વિધિ સાથે પૂર્ણાહુતિ થશે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે રાજદેવ પરિવારની કમિટીના સભ્યો પિયુષભાઈ રાજદેવ (મો. ૯૯ર૪૭૬૮૧૦૬, રીપલભાઈ રાજદેવ (મો. ૯૩૭૪૧૧૧૧૧૯, નંદીશભાઈ રાજદેવ (મો. ૯૯ર૪૪૦૦૮૯પ), રોમીતભાઇ રાજદેવ, ઉમેશભાઈ રાજદેવ (મો. ૯૪ર૮ર૯૩૧૪૪), શશીભાઈ રાજદેવ (મો. ૯૩૭પ૩૮૯૯૯૧) અને સંતોષભાઈ રાજદેર્વં જહેમત ઉઠાવી રહ્યા છે.
કથા સમય : દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ કલાક સુધી રહેશે.
મહાપ્રસાદ : રવિવારે (૧૭ મે) બપોરે ૧૨ વાગ્યે તેમજ પૂર્ણાહુતિના દિવસે (૨૪ મે) બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પિયુષભાઇ રાજદેવ, નંદીશભાઇ રાજદેવ, રિપલભાઇ રાજદેવ, રોમીતભાઇ રાજદેવ અને પરેશભાઇ ચગ (નવરંગ ગૃપ) નજરે પડે છે. (તસ્વીર અભિજીત બગજરીયા)
(4:25 PM IST)










