તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
કલબ યુવીમાં ભવ્યાતિભવ્ય મહા આરતીઃ આતશબાજીઃ આજે મેગા ફાઈનલ
હજારો પાટીદારોએ કુળદેવી મા ઉમિયાની આરાધના કરીઃ હૈયે દળાય તેવી માનવ મેદની

રાજકોટઃ શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત 'કલબ યુવી નવરાત્રી મહોત્સવ -૨૦૨૬'માં ગઈ કાલે હજારો પાટીદારો ભકિતભાવ સાથે કુળદેવી મા ઉમિયાની મહાઆરતીમાં હર્ષભેર જોડાયા હતા. મહાઆરતીમાં રોશની, આતશબાજી, ફલેશ લાઇટ અને અવનવા આર્કષણો સાથે દિવ્ય વાતાવરણની અનુભુતી સર્જાય હતી.
સેકન્ડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં કલબ યુવી રાસોત્સવના ગ્રાઉન્ડમાં કલબ યુવીની ઓળખ ગણાતી અષ્ટમીની મહાઆરતીમાં હમેંશા કંઇક નવું અને નોખુ કરવામાં આવે છે. હૈયે હૈયુ દળાય તેવી માનવ મેદની કલબ યુવીના ગ્રાઉન્ડમાં ઉમટી પડી હતી. ચોમેર રોશની અને શણગાર થી અદભૂત અલૌકીક વાતાાવરણ સર્જાયુ હતુ. ભારતના સુપ્રસીધ્ધ તીર્થ સ્થળ કાશી વિશ્વનાથથી આવેલા બ્રાહમણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની ભાવપૂર્વક આરતી કરાય હતી. રંગબેરંગી લાઈટીંગ નો લેસર શો દ્વારા અદભૂત દશ્ય રચાયા હતા. ડોન દ્વારા અવકાશમાં ત્રિશુલ તેમજ એલઇડી સ્ક્રિન પર એનીમેશન સાથે મા ઉમિયાનું અવતરણની ઝાંખી પ્રર્દશીત કરાય હતી. મા ઉમિયાના મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. માતાજીની આરતી દરમ્યાન માતાજી ના દિવડાના પ્રતીક રૂપે ગ્રાઉન્ડના ખલૈયાઓ તેમજ દર્શકો ઉપસ્થિત મહેમાનો દ્રારા મોબાઇલની ફલેશ લાઇટ ચાલુ કરી આરતી માં સહભાગી બન્યા હતા. ક્રેઇન દ્વારા ભવ્ય આતશબાજી અને એરીયર શોટ તેમજ રંગબેરંગી લાઇટીંગ લેસર શો થકી આકાશમાં નયનરમ્ય દ્રશ્ય સર્જયા હતા. ૧૦ હજાર ખલૈયાઓ અને ૨૦ હજાર દર્શકો ની ઉપસ્થિતીમાં રંગારંગ મહાઆરતી યોજાય હતી. તેમ જણાવાયું છે.
આઠમાં નોરતે કલબ યુવી આયોજીત મહાઆરતીમાં ઉમિયાધામના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણી, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, પૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, રાજકોટ પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝા, આજકાલના ચંદ્રેશભાઈ જેઠાણી, કલબ યુવીના એડવાઇઝરી ડાયરેકટર એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઈ પાણ, શિવાલાલભાઈ આદ્રોજા, નાથાભાઈ કાલરીયા, વલ્લભભાઈ વડાલીયા, નીલેશભાઈ ભેંસદડીયા, હર્ષદભાઇ ભોરણીયા, પ્રજ્ઞેશભાઈ રૈયાણી, મુળજીભાઈ ભીમાણી, પુનીતભાઈ ચોવટીયા, અમીતભાઈ ત્રાંબડીયા, ભરતભાઈ ડઢાણીયા, મનસુખભાઈ ભીમાણી, ભરતભાઈ ખાચર, ભરતભાઈ ખાનપરા, અશ્વિનભાઈ આદ્રોજા, કૌશીકભાઈ રાબડીયા, માણેક જવેલર્સના કરણભાઈ રાણીંગા, બિલ્ડર એસોસીએશનના પરેશભાઈ ગજેરા, દિનેશભાઈ અમૃતીયા, રમણીકભાઈ ભાલોડીયા, તથા ઉમિયા પરિવાર રાજકોટની વિવિધ સંસ્થાઓ શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદેદારો, પાટીદાર ભાઈઓ-બહેનો જોડાયા હતા.
સાતમાં નોરતે શનિવારે પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના મેયર ડો.નેહલભાઈ શુકલ, ધારાસભ્યો જયેશભાઈ રાદડીયા, ભાનુબેન બાબરીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, અરવિદભાઈ રૈયાણી, જીલ્લા પંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા ઉપસ્થિત રહયા હતા. રેન્જ આઇ.જી. નિર્લીપ રાય, રાજકોટ જીલ્લા પોલીસ વડા વિજયકુમાર ગુર્જર, એસજીએસટી ના શિવકુમાર પરિવાર સાથે ઉપસ્થિત રહી રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. નાર્કોટીકસ વિભાગના અધિકારીઓએ કલબ યુવીના ખેલૈયાઓને ડ્રગ સહીત નશા મૂકત રહેવાના શપથ લેવડાવ્યા હતા. શનિવારે આરતીમાં સંદીપભાઈ માકડીયા, રેડરેન ગ્રુપના પ્રજ્ઞેશભાઈ રૈયાણી, ભૂમીદાતા પ્રદ્યુમન ગ્રુપના જયોતિસિહ જાડેજા તથા જયરાજાસિહ જાડેજા, ગોપાલ નમકીનના બીપીનભાઈ હદવાણીએ આરતીનો લ્હાવો લીધો.
સુવિખ્યાત સિગરોની ટીમ મયુર બુધ્ધદેવ, નીરવ રાયચુરા, માનસી પટેલ, દિવ્યા વેગડા, ઇવેન્ટના એન્કર તરીકે હસ્તી મણિયાર, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ધર્મેશ મકાતી સહીતની ટીમ દ્રારા મા ના આઠમાં નોરતે મહાઆરતી માટે સ્પે. મા ઉમિયાની આરતી સુરબધ્ધ કરી કમ્પોઝ કરવામાં આવી હતી. કલબ યુવી રાસોત્સવ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત સૌ મા ની આરતીમાં લીન બન્યા હતા. એસ.પી. મુવિઝના વાસુ બેરા તથા ટીમ દ્રારા સમગ્ર આરતીનું બેનમૂન ફોટોગ્રાફી તથા લાઇવ કવરેજ કરવામાં આવ્યુ હતુ.
સાતમા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ કોટડીયા પ્રાહી, હાર્વી વડાલીયા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ રીયાન અઘેરા, પરીહાજ ઝાલાવડીયા, ચિલ્ડ્રન પ્રિન્સેસ મણવર ફ્રેયા, શાનવી ભાલોડી ચિલ્ડ્રન પ્રિન્સ કુશ જાવીયા, કાવ્ય ચોવટીયા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ મોરબીયા નેન્સી, દ્રિષ્ટી પાણ, અંજલી વિરોજા, વેલ ડ્રેસ પ્રિન્સ નિકુંજ પાણ, ભડાણીયા કુશ, પટેલ પ્રણય, પ્રિન્સેસ તરીકે ઘુવી કણસાગરા, નેહા ભોરણીયા, ઇશા વડાલીયા, પ્રિન્સ તરીકે રવિ અઘેરા, પ્રિયાંશુ ભોજાણી, જયદીપ ગોલ વિજેતા બન્યા હતા. આઠમા નોરતે ચિલ્ડ્રન વેલ ડ્રેસ પિન્સેસ બોરસાણીયા તીશા, ફળદુ હાર્વી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ અંશ કોરડીયા, યુગ સંતોકી ચિલ્ડ્રન પ્રિન્સેસ વૃતિકા ડેડાણીયા, વૃંદા પટેલ, ચિલ્ડ્રન પ્રિન્સ વીર જાવીયા, પ્રશીલ, ગોઘાસરા, એડલ્ટ વેલ ડ્રેસ પ્રિન્સેસ ચાર્મી સાપોવડીયા, સુહાની કણસાગરા, વેલ ડ્રેસ પ્રિન્સ ગોધાસરા બિરજુ, પ્રિન્સ ભુત, બોની વિરોજા, પ્રિન્સેસ તરીકે દિયા કોરડીયા, વરદા કણસાગરા, પ્રિયંકા કંટેસરીયા, પ્રિન્સ તરીકે લાડાણી ભૌતિક, ભુવા પ્રતીકકુમાર, ધવલ રામાણી વિજેતા બન્યા હતા. કલબ યુવીના વિજેતા ખેલૈયાઓને તુલસી એગ્રોના ચિરાગભાઈ ભાલોડીયા તથા નીશાબેન, ભારત એગ્રોના રેનીશભાઇ લાડણી તથા પારૂલબેન, સી.એ. વિપુલભાઈ માકડીયા તથા ખુશ્બુબેન, વીવાયઓના રાકેશભાઇ દેસાઇ તથા અમીબેન, પ્રદેશ ભાજપ મીડીયા ઇન્ચાર્જ પ્રશાંતભાઇ વાળા, હાર્દિકભાઈ બોરડ, સહીતના અગ્રણીઓને વિજેતા ખેલૈયાઓને ઇનામ આપ્યા હતા.
ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગાણજા, સંદીપભાઇ માકડીયા, મુન્નાભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા તથા ૧૦૮ ની ટીમે હજારો પાટીદારોની માનવ મેદનીમાં પણ સ્વયંશિસ્ત અને સમજણ સાથે સતત સજાગ અને જાગૃત રહી અદભૂત મેનેજમેન્ટ દ્રારા મહાઆરતીને સફળ બનાવી કલબ યુવીની સંગઠન શકિત અને સુઝબુઝનો પરીચય કરાવ્યો હોવાનું જણાવાયું છે.(
‘મંડળી' ગરબા
હમેંશા કંઇક નોખુ-અનોખું કરવાની પરંપરા ધરાવતા કલબ યુવી નવરાજીી મહોત્સવમાં ગઇકાલે અષ્ટમીની રઢીયાળી રાતે સૌ પ્રથમવાર ‘મંડળી' ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મા ઉમિયાની મહાઆરતીની દિવ્ય જયોત અને માતાજીની આર્શીવાદ સાથે ‘મંડળી' ગરબાની ભવ્ય રમઝટ જામી હતી. રાત્રીના સાડાબાર થી ર વાગ્યા દરમ્યાન ભકિત પરંપરા અને ઉત્સાહના સંગમ સમા આ મંડળી ગરબામાં ૩૫૦૦ જેટલા ખેલૈયાઓએ ભાગ લીધો હતો.
કાશી વિશ્વનાથથી આવેલા ભૂદેવો દ્વારા વૈદીક મંત્રોચ્ચાર સાથે મા ઉમિયાની મહાઆરતીઃ રોશની, આતશબાજી અને મોબાઇલ ફલેશ લાઇટ થી અદભૂત આકાશી દ્રશ્યો સર્જાયાઃ ‘જય જય ઉમિયા મા'ના જયઘોષથી કલબ યુવીનું ગ્રાઉન્ડ ગુંજી ઉઠયું
(2:45 PM IST)










