<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

‘નો નંબર પ્‍લેટ, નો ફયુલ'ની અમલવારી, વધુ એક ગુનો દાખલ

૮૦ ફુટ રોડ પર આવેલા પેટ્રોલ પંપના મહિલા કર્મચારી સામે થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા. ર૭: ૮૦ ફુટ રોડ પર સરવૈયા હોલ સામે આવેલા જીઓ બી.પી. પેટ્રોલ પંપમાં વાહનમાં નંબર પ્‍લેટ ન હોવા છતા ઇંધણ પુરી આપવા મામલે મહિલા પેટ્રોલ પંપ કર્મચારી સામે થોરાળા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

શહેરમા નો નંૅબર પ્‍લેટ, નો ફયુલની પોલીસ દ્વારા ‘કડક' અમલવારી કરાવાઇ રહી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ ગુના દાખલ કરી કાર્યવાહી કરી રહી છે ત્‍યારે થોરાળા પોલીસે આ મામતલે વધુ એક ગુનો દાખલ કર્યો હતો.

૮૦ ફુટ રોડ પર સરવૈયા હોલની સામે આવેલા જીઓ બીપી પેટ્રોલપંપની અંદર પેટ્રોલીંગમાં રહેલી થોરાળા પોલીસની ટીમે સીસીટીવી કુટેજ ચેક કરતા ગઇ તા. ર૬ ના સાંજે એક નંબર પ્‍લેટ વગરના બાઇકમાં મહિલા કર્મચારી ઉષાબેન રાજેશભાઇ વાઢેર (ઉ.વ. ૪૭ રહે. કેશર હિંદ પુલ પાસે) ઇંધણ પુરતા કેદ થતા તેની સામે જાહેરનામાં ભંગ બદલ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી

(2:46 PM IST)