<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

હૃદય ધબકારા ચુકી જવાથી મધુબેન અને મીનુબેનના મૃત્‍યુ

બજરંગ પાર્ક તથા રેલનગરમાં રહેતાં પરિવારોમાં શોક

 

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પર બજરંગ પાર્ક શેરી નં. ૩માં રહેતાં મધુબેન દિનેશભાઇ મગવાનીયા (ઉ.વ.૫૫) નામના મહિલા ઘરે સવારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર મધુબેનના પતિ ચાંદીકામ કરે છે. તેણીને સંતાનમાં બે દિકરા છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં રેલનગર-૨ શેરી નં. ૪માં આનંદ સ્‍કૂલવાળી શેરીમાં રેહતાં મીનુબેન ધર્મેન્‍દ્રભાઇ અભેરીયા (ઉ.વ.૩૩) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. મૃતકના પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. સંતાનમાં એક દિકરી છે. આ પરિવાર મુળ આગ્રાનો વતની છે. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન અને પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:01 PM IST)