તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
એલ.પી.જી. ડિસ્ટ્રીબ્યુટર્સ વિવિધ પ્રશ્ને લડતના માર્ગે
કમિશન, ઇ-કેવાયસી, પીએનજી નીતિ વગેરે મુદે તીવ્ર આક્રોશઃ રાજકોટ સહીત દેશભરમાં લડતનું એલાનઃ દિલ્હીમાં જંતરમંતર પર ધરણા થશેઃ રાજકોટની પ્રેસ કોન્ફરન્સમાં આક્રોશ વ્યકતઃ હજારો ડિસ્ટ્રીબ્યુટર્સ લડતમાં જોડાશે

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ નજરે પડે છે. પત્રકાર પરિષદની તસ્વીરમાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર્સ અગ્રણીઓ બી.એસ. શર્મા, કે.કે. ધનોલિયા, ગુલાબભાઇ પરમાર, સુરેશભાઇ પરમાર, રમેશભાઇ પાનેસરા, રાજેન્દ્રસિંહ રાઠોડ, મયુરસિંહ પરમાર વગેરે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા. રઃ LPG ડિસ્ટ્રિબ્યુટરોના લાંબા સમયથી પડતર પ્રશ્નો, વધતા ઓપરેશનલ ખર્ચ, મર્યાદિત કમિશન તથા વિવિધ નીતિગત મુદ્દાઓ અંગે ચર્ચા કરવા રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે.આ બેઠકમાં IOCL, BPCL અને HPCLના રાષ્ટ્રીય કક્ષાના LPG ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ, ગુજરાત એસોસિએશનના કારોબારી સભ્યો તેમજ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આશરે ૨૦૦ જેટલા LPG ડિસ્ટ્રિબ્યુટરો ઉપસ્થિત રહીને પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરશે. રાજકોટ સહિત ગુજરાત ભરના દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ ડિસ્ટ્રીબ્યુટરો ઉપસ્થિત રહેશે. ખાડી યુદ્ધ બાદ સમગ્ર દેશના ડિસ્ટ્રીબ્યુટોરોને સ્થિતિ કફોળી બની છે. ત્યારે તેમના અનેક પ્રશ્નોને લઈને રાજકોટમાં લડતના મંડાણશરૂ કરવામાં આવશે. ગુજરાત ભરના ગેસ એજન્સીઓના ડિસ્ટ્રીબ્યુટર ઓફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને પોત પોતાના પ્રશ્નો આ બેઠકમાં રજૂ કરશે. આજે રાજકોટની ઠાકર હોટલ ખાતે આગામી ૨ તારીખે સવારે ૧૦:૦૦ વાગ્યાથી આ મહત્વપૂર્ણ બેઠક શરૂ થશે. જેમા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રને ગુજરાત ભરમાંથી ડીસ્ટ્રિબ્યુટર તથા રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા. સરકાર સમક્ષ પોતાનો અવાજ બુલંદ બને તે માટે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ડિસ્ટ્રીબ્યુટરરોમાં ઘણા સમયથી અનેક પ્રશ્નોને લઈને પરેશાની ચાલી રહી છે ત્યારે આ પરેશાની રજૂ કરવા માટે મોટી સંખ્યામાં ડિસ્ટ્રીબ્યુટર હાજર રહેશે અને પોતપોતાની વાત આ બેઠકમાં રજૂ કરી હતી. સરકાર સુધી પોતાની વાત રજૂ કરવા માટે આગામી સમયમાં કઈ રીતે લડત ચલાવી અને પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું તે બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર એસોસિયેશન ઇન્ડિયા (લડાઈ) રાષ્ટ્રીય અધ્યક્ષ બી.એસ.શર્મા,નાયબ અધ્યક્ષ કે.કે.ધનોત્રયા,ગુજરાતના પ્રમુખ રાજેન્દ્ર કુમાર રાઠોડ, રાષ્ટ્રીય કારોબારીના સદસ્ય સુરેશભાઈ પરમાર અને જોનલ અધ્યક્ષ કમલસિંગ તોમર સહિતના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહયા હતા.
પત્રકાર પરિષદમાં સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, અમારી પડતર માંગણીઓમાં વધતા વિતરણ ખર્ચને ધ્યાનમાં રાખીને વહીવટી ચાર્જ તથા હોમ ડિલિવરી ચાર્જમાં તાત્કાલિક રૂપિયા ૭૫ નો વધારો કરવામાં આવે તેમજ De Novo Studyની ભલામણો મુજબ યોગ્ય સુધારો કરવામાં આવે.વિતરકો ના કમિશન માં છેલ્લા ૪ વર્ષથી વધારો થયો નથી. ઉપરાંત OMCS દ્વારા LPG ડિસ્ટ્રિબ્યુટરો મારફતે કરવામાં આવતા દરેક e -kyc માટે રુપિયા ૨૩૬નું યોગ્ય વળતર ચૂકવવામાં આવે.કારણ કે વિતરકો દ્વારા ગ્રાહકોના e -kyc કરવા માટે ખુબજ મોટો વહીવટી ખર્ચ તેમજ મહેનત કરવામાં આવેલ હતી.
ગ્રાહકો ઉપર કોઈ એક વિકલ્પ લાદવામાં ન આવે. ગ્રાહકોને તેમની જરૂરિયાત અને પસંદગી મુજબ LPGનો વિકલ્પ ઉપલબ્ધ રહે તથા ભારત ગ્રાહક હિતોનું રક્ષણ થાય ૪.નવા Domestic LPG કનેક્શન અંગે સ્પષ્ટતા કરવામાં આવે.નવા Domestic LPG કનેક્શન અંગેની રનિヘતિતા દુર કરવામાં આવે અને જયાં જરૂરી હોય ત્યાં નવી કનેકશન પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવે.
વર્ષોથી પોતાના પ્રશ્નોને લઈને ડિસ્ટ્રીબ્યુટર ઓપરેશન છે ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ આવે અને સરકાર સુધી પોતાની વાત પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં એલપીજી ડિસ્ટ્રીબ્યુટર ની હાલત ઘણા વર્ષોથી કફોડી બની છે. અમુક ડિસ્ટ્રીબ્યુટરોને આ વ્યવસાયથી પોતાનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યારે આગામી સમયમાં પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે આ લડતના મંડળ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ ખાતે મળનારી ડિસ્ટ્રીબ્યુટરો ની બેઠકમાં લડતના મંડાણ શરૂ કરવામાં આવ્યા છે અને આગામી સમયની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી.
ડિસ્ટ્રિબ્યુટરોના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવા માટે તા. ૨૬ ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે જંતર-મંતર પર વિશાળ શાંતિપૂર્ણ ધરણા અને વિરોધ કાર્યક્રમ યોજાશે.
આજની તારીખે આ કાર્યક્રમ માટે દેશભરમાંથી ૭,૫૦૦ જેટલા રજીસ્ટ્રેશન થઈ ચૂકયા છે, જે ડિસ્ટ્રિબ્યુટર સમુદાયની વ્યાપક ભાગીદારી દર્શાવે છે.આ કાર્યક્રમમાં દેશભરના IOCL, BPCL અને HPCL LPG ડિસ્ટ્રિબ્યુટરો તથા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના એસોસિએશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરશે. ગુજરાતમાંથી પણ કારોબારી સભ્યો તથા આશરે ૨૦૦ જેટલા ડિસ્ટ્રિબ્યુટરો જંતર-મંતર કાર્યક્રમમાં જોડાઈને ગુજરાતના ડિસ્ટ્રિબ્યુટર સમુદાયનો એકસૂરો અવાજ રાષ્ટ્રીય સ્તરે રજૂ કરશે.
અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જંતર-મંતર કાર્યક્રમ બાદ સરકાર તથા ઓઇલ કંપનીઓ તરફથી મળતા પ્રતિસાદ અને માંગણીઓ અંગેની પ્રગતિના આધારે રાષ્ટ્રીય સંગઠનો દ્વારા આગળની સામૂહિક રણનીતિ નક્કી કરવામાં આવશે. આગામી સમયમાં પણ પ્રશ્નોનો ઉકેલ ન થાય ત્યાં સુધી લડત યથાવત રહેશે. તેમ સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું
(2:49 PM IST)










