તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
સૌરાષ્ટ્ર ઉપર નીચા દબાણનો ઘેરાવ : ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ : રાજકોટ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ
આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

રાજકોટઃ શહેરમાં આજે સવારે આઠ વાગ્યથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાદળાઓ છવાયેલા જોવા મળે છે, ત્યારે સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર નીચા દબાણનું ક્ષેત્ર સક્રિય છે. આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી છે. અમદાવાદ હળવદ જેવા વિસ્તારોમાં ભારે વરસાદના વાવડ મળે છે.
આજે સવારે ્પ્રાપ્ત થયેલી ઇનસેટ ઉપગ્રહની તસવીરમાં ગુજરાતની આસપાસ અને રાજસ્થાનથી મધ્ય ભારત તરફ વિસ્તરેલો ઘન વાદળસમૂહ નજરે પડી રહ્યો છે. માત્ર ઉપગ્રહ તસવીર પરથી વરસાદનું ચોક્કસ પ્રમાણ નક્કી થઈ શકતું નથી, પરંતુ સત્તાવાર હવામાન બુલેટિન પણ રાજ્યમાં વરસાદી પ્રવળત્તિ ચાલુ રહેવાના સંકેત આપે છે.
સૌરાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર ઉપર સક્રિય નીચા દબાણના ક્ષેત્ર સાથેનું ચક્રવાતી પરિભ્રમણ સમુદ્ર સપાટીથી લગભગ ૫.૮ કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. ચોમાસાની ધરી પણ આ નીચા દબાણના કેન્દ્રમાંથી પસાર થઈ રહી છે. ગુજરાત ઉપર નીચલા સ્તરે દક્ષિણથી દક્ષિણ-પヘમિ દિશાના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે.
આજે સવારે ૮:૩૦ વાગ્યાથી આવતીકાલે સવારે ૮:૩૦ વાગ્યા દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં અનેક સ્થળે વરસાદની શકયતા છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. છૂટાછવાયા વિસ્તારોમાં વીજળી અને ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપના પવનની સંભાવના છે.
(3:42 PM IST)










