<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રાજકોટના વિકાસની ગતિ જાળવી રાખવા ‘કમળ' પર મહોરઃ ભાજપના દિગ્‍ગજોની મતદારોને હાકલ

વિકાસ, વિશ્વાસ અને સુરક્ષા માટે રાજકોટવાસીઓને જંગી મતદાન કરવા રમેશભાઈ રૂપાપરા, અનિરૂધ્‍ધ દવે, ડો.ભરત બોઘરા, નીતિન ભારદ્વાજ, રાજુભાઈ ધ્રુવની અપીલ

 

રાજકોટઃ રાજકોટ મહાનગર પાલિકાની આગામી ચૂંટણીને અનુલક્ષીને મતદારોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈ, રાજકોટના સર્વાંગી વિકાસ અને 'ડબલ એન્‍જિન' સરકાર પર વિશ્વાસ મૂકી ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા ભાવભીની અપીલ કરી છે.

એક અખબારી યાદીમાં જણાવાયું છે કે ભાજપના નેતાઓએ સ્‍પષ્ટ કર્યું છે કે, ભાજપને મત એટલે વિકાસને મત, શાંતિ અને સલામતીને મત. છેલ્‍લા બે દાયકામાં રાજકોટનો જે રીતે વિકાસ થયો છે, તેને આગળ ધપાવવા માટે મતદારોએ ભાજપને મત આપવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. પક્ષના નેતાઓએ જણાવ્‍યું હતું કે, નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં ગુજરાતનું 'ગ્રોથ મોડેલ' અને રાજ્‍ય સરકારના નિર્ણયોને કારણે સામાન્‍ય માણસનું જીવનધોરણ ઊંચું આવ્‍યું હોવાનું જણાવ્‍યું છે.

રઘુવંશી સમાજના અગ્રણીઓએ એક સંયુક્‍ત નિવેદનમાં જણાવ્‍યું છે કે, સમાજ હંમેશા વિકાસની રાજનીતિ સાથે રહ્યો છે. કેટલાક તત્‍વો દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામક વાતોથી દૂર રહીને, સમગ્ર સમાજે ભાજપના ઉમેદવારોને સમર્થન આપવાનો નિર્ધાર કર્યો છે.

ભાજપને જીત અપાવવા રમેશભાઈ રૂપાપરા (રાજકોટ ચૂંટણી ઇન્‍ચાર્જ), ડો.ભરતભાઈ બોઘરા, નિતિનભાઈ ભારદ્વાજ, મુકેશભાઈ દોષી, વજુભાઈ વાળા , જીતુભાઈ વાઘાણી , અનિરુદ્ધભાઈ દવે, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ ધ્રુવ તેમજ રઘુવંશી સમાજના જનકભાઈ કોટક, કમલેશભાઈ મીરાણી, પ્રતાપભાઈ કોટક, મનીષભાઈ રાડિયા, ધર્મેન્‍દ્રભાઈ મીરાણી, દિનેશભાઈ કારિયા, વિક્રમભાઈ પુજારા, કાશ્‍મીરાબેન નથવાણી, હસુભાઈ ભગદેવ, મેહુલભાઈ નથવાણી, જસુમતીબેન વસાણી , લલિતભાઈ વડેરિયા (કાળુમામા) એ અપીલ કરી છે.

(3:53 PM IST)