<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

શહેરના ૨૩ રાજમાર્ગો ઉપર લારી-ગલ્લાઓ હવે ભુતકાળ બનશે

મનપાની લાલઆંખઃ જાહેર કરેલ હોકર્સ ફ્રી રોડ પર રેકડી-કેબીન કાયમી જપ્‍ત સહિતની થશે કાર્યવાહી

રાજકોટ, તા.૨૪: શહેરના રાજમાર્ગો ઉપર અસ્‍થાયી દબાણો કરનારા રેકડીધારકો અને ફેરીયાઓ સામે મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના જાહેર કરાયેલા ૨૩ હોકર્સ ફ્રી માર્ગો ઉપર રેકડી, કેબિન, પાથરણાં કે હંગામી સ્‍ટોલ રાખનારાઓનો સામાન હવે કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે.

મહાનગરપાલિકાની તા. ૧૯ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ની સામાન્‍ય સભામાં ઠરાવ નં. ૨૦થી હોકર્સને લગતી સર્વગ્રાહી નીતિ મંજૂર કરવામાં આવી હતી. આ નીતિ અંતર્ગત શહેરના ૨૩ માર્ગોને હોકર્સ ફ્રી જાહેર કરવામાં આવ્‍યા છે.

ટ્રાફિકની સરળતા, રાહદારીઓની સલામતી અને જાહેર સુવિધા જાળવવાના હેતુથી આ માર્ગો ઉપર કોઈપણ ઙ્કકારની અનધિકળત ધંધાકીય પ્રવળત્તિ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે.

 મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડ ઠરાવ નં૨૦, તા૧૯/૦૯/૨૦૨૬થી હોકર્સને લગત એક સર્વગ્રાહી પોલીસી મંજુર કરવામાં આવી છે. આ પોલીસી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા  દ્વારા શહેરમાં કુલ ૨૩ માર્ગોને હોકર્સ-ફ્રી માર્ગો તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ માર્ગો ઉપર ટ્રાફિકની સરળતા, રાહદારીઓની સલામતી તથા જાહેર સુવિધા જળવાઈ રહે તે હેતુથી કોઈપણ પ્રકારની રેકડી/કેબીન, પાથરણું, હંગામી સ્‍ટોલ, ફેરી કે અન્‍ય કોઈપણ પ્રકારની અનધિકળત ધંધાકીય પ્રવળત્તિ કરવાની સખત મનાઈ છે. આથી તમામ રેકડી ધારકો તથા ફેરીયાઓને સૂચના આપવામાં આવે છે કે, ૨૩ માર્ગો  ઉપર કોઈપણ પ્રકારના રેકડી/કેબીન કે અન્‍ય કોઇ પણ પ્રકારના અસ્‍થાયી દબાણ કરવા નહિ. જો કોઈ વ્‍યક્‍તિ દ્વારા પ્રતિબંધિત વિસ્‍તારમાં રેકડી/કેબીન કે અન્‍ય કોઇપણ પ્રકારનું અસ્‍થાયી દબાણ કરવામાં આવશે તો મહાનગરપાલિકા દ્વારા તેવા આસામીઓના રેકડી/કેબીન/સામાન કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે.

ઉપરોક્‍ત માર્ગોના મનપા દ્વારા નિયત કરાયેલા વિસ્‍તારોમાં અસ્‍થાયી દબાણ કરનારાઓનો સામાન કાયમી ધોરણે જપ્ત કરવાની ચીમકી દબાણ હટાવ વિભાગે ઉચ્‍ચારી છે.

જોકે, હોકર્સ ફ્રી માર્ગોની જાહેરાત બાદ તંત્ર તેનો કેટલો કડક અને સતત અમલ કરાવી શકે છે તેમજ અસરગ્રસ્‍ત નાના ધંધાર્થીઓ માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા અંગે શું આયોજન છે, તેના ઉપર પણ સૌની મીટ રહેશે. (૩.૧૭)

કયા માર્ગો ઉપર પ્રતિબંધ?

શહેરના  યુનિવર્સિટી રોડ, રૈયા રોડ  નાના મવા મેઇન રોડ, પુષ્‍કરધામ મેઇન રોડ  નાણાવટી ચોકથી મીરાનગર, સાધુ વાસવાણી રોડ, સોનીબજાર રોડ, ધર્મેન્‍દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘીકાંટા રોડ , પરાબજાર રોડ, કેનાલ રોડ  , ડો. યાજ્ઞિક રોડ,જંકશન સ્‍ટેશન રોડ ગુંદાવાડી મેઇન રોડ , ઢેબરભાઈ રોડ , કસ્‍તુરબા રોડ , કુવાડવા રોડ , પેડક રોડ, સંત કબીર રોડ , કોઠારિયા રો,આડો પેડક રોડ, કોઠારિયા સોલ્‍વન્‍ટ રોડ, અમીન માર્ગ, તથા અક્ષર માર્ગ  સહિતના રાજમાર્ગોનો સમાવેશ થાય છે.

(2:58 PM IST)