<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

આર.આર.શેઠની શતાબ્‍દી નિમિત્તે સાહિત્‍યિક ઉત્‍સવઃ જ્‍વલંત છાયાના બે પુસ્‍તકોનું પુનઃ પ્રકાશન

શનિવારે હેમુ ગઢવી મિની હોલમાં યોજાશે ભવ્‍ય કાર્યક્રમઃ જય વસાવડા રહેશે અધ્‍યક્ષ સ્‍થાને, ‘અર્જુન ઉવાચ' અને ‘પ્‍યારે સુણ ગાંધી ગુણ' વિશે જામેગા સંવાદ

રાજકોટ, તા. ૨૩: ગુજરાતી સાહિત્‍ય જગતની અત્‍યંત પ્રતિષ્ઠિત અને જાણીતી પ્રકાશન સંસ્‍થા ‘આર. આર. શેઠ'ની સ્‍થાપનાનું હાલ ૧૦૦મું શતાબ્‍દી વર્ષ ચાલી રહ્યું છે. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે સંસ્‍થા દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં વિશેષ સાહિત્‍યિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત રાજકોટના આંગણે આગામી શનિવાર, ૨૫ જુલાઈના રોજ સાંજે ૫ વાગ્‍યે હેમુ ગઢવી મિની હોલ ખાતે એક ભવ્‍ય ?? સ્‍તક લોકાર્પણ અને સંવાદ કાર્યક્રમ યોજાશે.

આ વિશેષ કાર્યક્રમમાં ‘ફૂલછાબ'ના તંત્રી અને સુપ્રસિદ્ધ લેખક ર્ંજ્‍વલંત છાયાના અગાઉ ખૂબ જ લોકપ્રિય થયેલા બે પુસ્‍તકો ‘ડીઅર સ્‍ટુડન્‍ટ' અને ‘થોટ્‍સઅપ' નું આર. આર. શેઠ દ્વારા નવા રંગ-રૂપ અને આકર્ષક કલેવર સાથે પુનઃ પ્રકાશન કરવામાં આવી રહ્યું છે, જેનું વિધિવત લોકાર્પણ કરાશે.

કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને લોકપ્રિય સાહિત્‍યકાર અને વક્‍તા જય વસાવડા ઉપસ્‍થિત રહી પોતાના અનોખા અંદાજમાં પુસ્‍તકો વિશે મર્મસ્‍પર્શી વાતો રજૂ કરશે. આ ઉપરાંત મુખ્‍ય મહેમાન તરીકે ‘આજકાલ' દૈનિકના ગ્રુપ એડિટર કાના બાંટવા, જાણીતા પ્રકાશક ગોપાલભાઈ માકડિયા તેમજ નવીનભાઈ મહેતા વિશેષ ઉપસ્‍થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

પુસ્‍તક લોકાર્પણની સાથે સાથે આર. આર. શેઠ દ્વારા જ પ્રકાશિત થયેલા જ્‍વલંત છાયાના અન્‍ય બે અત્‍યંત ચર્ચિત પુસ્‍તકો ‘અર્જુન ઉવાચ' અને ‘પ્‍યારે સુણ ગાંધી ગુણ' વિશે વિશેષ સંવાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

પ્રકાશન ક્ષેત્રે ૧૦૦ વર્ષની સફળ સફર પૂર્ણ કરનાર આર. આર. શેઠ પરિવારના ચિંતન શેઠ અને રાજરત્‍ન શેઠ દ્વારા રાજકોટના તમામ સાહિત્‍યપ્રેમીઓ, વાચકો અને ભાવકોને આ ગૌરવવંત સાહિત્‍યિક ક્ષણના સાક્ષી બનવા અને કાર્યક્રમમાં બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(11:55 AM IST)