<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

સિરામીક પાવડરની આડમાં દારૂની હેરાફેરીઃ બે રાજસ્‍થાનીને ટ્રક સાથે પીસીબીએ પકડયા

અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ નજીક કાર્યવાહી : રાજસ્‍થાનના રાજસમંદથી દિનેશસીંગને મોકલ્‍યો હતોઃ રઘુવીરસિંગ અને ગોકુલસિંગની ધરપકડઃ રાજકોટના ગોૈતમ અને અનીલના નામ ખુલ્‍યાઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ કુલ ૧૨.૨૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે : એએસઆઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેર પીસીબીની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી અટકાવી છે. અમદાવાદ રાજકોટ હાઇવે પર બામણબોર ચેકપોસ્‍ટ નજીકથી એક ટ્રક સાથે બે રાજસ્‍થાની શખ્‍સને પકડી લીધા છે. આ દારૂ રાજસ્‍થાનના રાજસમંદથી મોકલનારનું નામ ખુલ્‍યું છે અને રાજકોટના બે શખ્‍સોએ દારૂ મંગાવ્‍યો હતો તેના નામ પણ સામે આવતાં પોલીસે આ ત્રણેયની શોધખોળ હાથ ધરી છે. પોલીસે દારૂનો જથ્‍થો, ટ્રક મળી કુલ રૂા. ૧૨,૨૬,૪૨૪નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. આ દારૂનો જથ્‍થો સિરામીક પાવડરની પ્‍લાસ્‍ટીકની બોરીઓની આડમાં લાવવામાં હતો.

જાણવા મળ્‍યા મુજબ પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે રાજસ્‍થાનથી દારૂનો જથ્‍થો ભરેલો ટ્રક ચોટીલા તરફથી આવી રહ્યો છે. આ બાતમીને આધારે ટીમે બામણકોર ચેકપોસ્‍ટ નજીક વોચ રાખતાં આરજે૦૨જીએ-૯૬૪૨ નંબરનો ટ્રક આવતાં તેને આંતરી લીધો હતો. ઠાઠામાં તપાસ કરતાં સિરામીક પાવડરની પ્‍લાસ્‍ટીકની બોરીઓ જોવા મળી હતી. પોલીસે આ બોરીઓને દૂર હટાવીને જોતાં પાછળથી અલગ અલગ બ્રાન્‍ડનો વિદેશી દારૂનો જથ્‍થો મળ્‍યો હતો.

પોલીસે ગ્‍લોબસ ગ્રીન પ્રિમીયમ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની રૂા. ૨,૩૭,૬૦૦ની ૨૬૪૦ બોટલો, આરજે ગ્રીન સ્‍પેશીયલ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની રૂા. ૮૬૪૦૦ની ૯૬૦ બોટલો, વ્‍હાઇટ લેસ વોડકા ઓરેન્‍જ ફલેવરના ૧૮૦ એમએલના પાઉચ રૂા. ૧૩૮૨૪ના ૧૪૪ નંગ, રોયલ ક્‍લાસીક વ્‍હીસ્‍કીના ૧૮૦ એમએલના રૂા. ૨૧૬૦૦ના ૨૪૦ પાઉચ મળ્‍યા હતાં. આ રીતે કુલ રૂા. ૩,૫૯,૪૨૪નો દારૂ મળતાં તે તથા કેમીકલ ભરેલા પ્‍લાસ્‍ટીકના કેરબા ૮, ટ્રક મળી કુલ રૂા. ૧૨,૨૬,૪૨૪નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસે ટ્રક ચાલક રઘુવીરસિંગ રતનસિંગ ચોૈહાણ (ઉ.વ.૩૬-રહે. દેવજીના દેવરા ગામ, નંદાવટ, તા. ભીમ રાજસમંદ રાજસ્‍થાન) અને ગોકુલસિંગ સંગ્રામસિંગ ચોૈહાણ (ઉ.વ.૩૫-રહે. બલી જસાખેડા ગામ, પોલીસ ચોકીની બાજુમાં તા. ભીમ રાજસમંદ રાજસ્‍થાન)ને પકડી લીધા હતાં. આ બંનેને પુછતાછમાં ખુલ્‍યું હતું કે આ દારૂનો જથ્‍થો રાજસમંદના બંજારી ગામના દિનેશસિંગે મોકલ્‍યો હતો અને રાજકોટના ગોૈતમ તથા અનિલે મંગાવ્‍યો હતો. આ ત્રણેયની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિકની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, રાહુલગીરી ગોસ્‍વામી, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, પ્રદિપસિંહ સરવૈયા, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, હિરેન્‍દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને ડ્રા.હેડકોન્‍સ. જયેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(11:14 AM IST)