તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પ્રજવલીત સનાતન હિન્દુ ધર્મની જયોત, મહામૂલ્ય માનવસેવા, રાષ્ટ્રીય ઉત્થાન, શિક્ષણ સેવા મહાયજ્ઞની સદીની ભવ્ય અને જાજરમાન ઝલક
પ માર્ચ ર૦ર૭ના દિવસે રામકૃષ્ણ આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પુર્ણ થશે : ર૮ ફેબ્રુઆરીથી પ માર્ચ દરમિયાન ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાશે : આ ભવ્ય ઉત્સવમાં તન-મન-ધનથી સાથ સહકાર આપવા અધ્યક્ષશ્રી સ્વામી નિખીલેશ્વરાનંદજીની અપીલ

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ, આ આશ્રમના ભવ્ય અને જાજરમાન ઇતિહાસની સંક્ષિપ્તમાં વિગતો આપતા જણાવે છે કે, શ્રીરામકૃષ્ણ મઠ, મિશન અને આશ્રમની ભારતીય સનાતન હિંદુ ધર્મ, વિશ્વની અતિ પ્રાચીન વેદાંત સંસ્કળતિ, મૂલ્યવાન માનવસેવા ક્ષેત્રે ભારત અને વિશ્વના આશરે ૨૩૦ કેન્દ્રો દ્વારા અવિરત કાર્યરત છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સને ૨૦૨૭ની પમી માર્ચના રોજ સેવાની સદી પૂર્ણ કરે છે. શ્રીરામકૃષ્ણ દેવના હૃદય સમ્રાટ અને માનસ પુત્ર સમાન મુખ્ય શિષ્ય તથા યુગાચાર્ય સ્વામી વિવેકાનંદજી ૧૮૯૧-૯૨ ના સમયગાળામાં ભારતના પ્રવાસે નીકળેલ. આ સમયે આપણો પ્રદેશ સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ)ના નામે ઓળખાતો હતો. આ પ્રદેશ પર નાના-મોટા ૨૨૨ રજવાડાઓનું શાસન હતું. આ પ્રવાસે સમયે સ્વામી વિવેકાનંદજી કાઠિયાવાડના અનેક રાજવી, દીવાન, નગરશેઠ અને અગ્રગણીના ગાઢ સંપર્કમાં આવેલા. જેથી તેઓના હૃદયમાં સનાતન હિંદુ ધર્મનો સેતુ બંધાયેલ.
સ્વામીજીએ ૧લી મે ૧૮૯૭ ના રોજ કલકત્તા ખાતે શ્નશ્રીરામકૃષ્ણ મિશનઙ્ખ નામની સંસ્થાના શ્રીગણેશ કરેલ. સ્વામીજી આ સંસ્થાને દેશ અને વિશ્વમાં ધર્મ, માનવસેવા અને શિક્ષણ ક્ષેત્રે એક અનોખી સંસ્થા બનાવવા માગતા હતા. આ સંસ્થા સાધુઓ અને ગળહસ્થના એક સમાન સહકારથી હિંદુ ધર્મ, સંસ્કળતિ, શિક્ષણને ગરીબો, દીનદુઃખીયાઓ માટે સેવાઓ પ્રદાન કરે છે. હાલમાં આ સંસ્થાના આશરે ૨૩૦ કેન્દ્રો ભારત અને સમગ્ર વિશ્વમાં આવેલાં છે.
સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના સંદેશ અને ઉપદેશ સનાતન હિંદુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે એમના ગુરુભાઈ સ્વામી અભેદાનંદજીને એક ટીમ સાથે કાઠીયાવાડના પ્રવાસે મોકલેલ. જેના ભાગરૂપે ૧૮૯૯ની ફેબ્રુઆરીમાં સ્વામી સારદાનંદજી, સ્વામી તુરીયાનંદજી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના પ્રવાસે આવેલા. તે સમયે ગોંડલના મહારાજા શ્રી ભગતસિંહજી, રાજકોટ ઠાકોર શ્રીલાખાજીરાજ, મોરબીના મહારાજા શ્રીવાઘજીબાવા, લીંબડીના મહારાજા શ્રી જયવંતસિંહજી અને અન્ય રાજવીઓ, દીવાનો, નગરના શ્રેષ્ઠીઓ સાથે ઘનિષ્ઠ સત્સંગ કરેલ.
આ સ્વામીજીઓએ લગભગ બે મહિના જેટલો સમય કાઠીયાવાડમાં વિતાવેલ. તે પ્રવાસ દરમ્યાન જ સ્વામીજીઓએ એવો વિચાર વ્યક્ત કરેલ કે સૌરાષ્ટ્રમાં શ્રીરામકૃષ્ણ મઠનું એક સ્થાયી કેન્દ્ર સ્થાપવું જોઈએ. સને ૧૯૨૧માં સ્વામી માધવાનંદજી પણ સૌરાષ્ટ્રના પ્રવાસે પધારેલ અને તેઓએ પણ કાઠિયાવાડના અનેક રાજ્યોની મુલાકાત લીધેલ. અંતમાં સૌરાષ્ટ્રના મધ્યસ્થ સ્થાને આવેલ રાજકોટમાં આશ્રમ સ્થાપવાની પસંદગી ઉતરી. ૫ માર્ચ, ૧૯૨૭ - શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિના દિવસે રાજકોટના સિવિલ સ્ટેશન મધ્યે આવેલ મોરબીના રાજવીએ જૂના ઉતારામાં મરામત કરાવી, સ્વામીજીને રૂપિયા ૧૦૦૦/- ની સહાય પણ આપેલ. રાજકોટ રાજવી શ્રી લાખાજીરાજે પણ સંચાલન માટે રૂપિયા ૫૦૦/- ની સહાય આપેલ. આ દિવસ અતિ દિવ્ય અને શુભ હતો કારણ કે તે શ્રીરામકૃષ્ણદેવનો જન્મદિવસ હતો. જેથી ખૂબ જ ભાવે વંદનાપૂર્વક શ્રીરામકૃષ્ણદેવની છબિનું પૂજન અને હવનથી રાજકોટની અતિ પવિત્ર અને નસીબવંતી ભૂમિ પર શ્રીરામકૃષ્ણ આશ્રમનો શુભારંભ થયેલ. આ આશ્રમની જવાબદારી સંભાળવા બેલુર મઠથી સ્વામી માધવાનંદજી સાથે સ્વામી વિવિદિશાનંદજી અને સ્વામી ભાવેશાનંદજી આવેલ.
આશ્રમમાં નિયમિત વેદાંત, તત્ત્વજ્ઞાનના પ્રવચન, રામનામ સંકીર્તન, શ્યામનામ કીર્તન, શિવનામ કીર્તન, દર એકાદશી અને પૂનમે થતાં. ઈ.સ. ૧૯૨૬માં રામનામ સંકીર્તનની પ્રથમ પુસ્તિકા, શ્રીરામકૃષ્ણ ઉપદેશની પુસ્તિકા પ્રસિદ્ધ કરેલ જેની કિંમત ૨ આના રાખેલી. અને ૨૦૦૦ પુસ્તકો સાથે જાહેર પુસ્તકાલય શરૂ કરવામાં આવેલ. આશ્રમની વિવિધ પ્રવળતિઓથી પ્રભાવિત દર્શનાર્થીઓ અને પુસ્તકાલયના વાંચકો સતત વધી રહેલ હોવાથી આશ્રમ માટે યોગ્ય મોટી જગ્યાની શોધ શરૂ કરવામાં આવેલ. જેના સંદર્ભમાં ૧૯૩૧ના સપ્ટેમ્બર મહીનામાં મિશનના જનરલ સેક્રેટરી સ્વામી શુદ્ધાનંદજી મહારાજ બેલુર મઠથી રાજકોટ પધારેલ અને શહેરના જાગનાથ રોડ પર આવેલ રાજકોટના રાજવી શ્રીધર્મેન્દ્રસિંહજી પાસેથી રાહત ભાવે ૪૦૦૦ ચો.વાર જમીન ખરીદ કરેલ. ત્યાર પછીના માર્ચ મહીનામાં આશ્રમના નવા મકાનનો શિલાન્યાસ સ્વામી સર્વાનંદજી મહારાજના વરદ હસ્તે કરવાલા આવ્યો હતો. અને પછીના સમયમાં ‘વિવેકાનંદ વિદ્યાર્થી ભવન'ના નામે છાત્રાલય પણ શરૂ કરવામાં આવેલ. વિકાસની ગતિ આગળ વધતી ગઈ. સને ૧૯૩૩ના જાન્યુઆરીમાં રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રાજકોટ પધારેલ અને તેમના હસ્તે વધુ ૧૫૦૦ ચો.વાર તથા ૭૦૭ ચો.વાર જમીન ખરીદ કરવામાં આવેલ. આ ભૂમિ પર ૧૯૩૪માં એમના શુભ હસ્તે આશ્રમનું વધુ બાંધકામ શરૂ કરવામાં આવેલ.
૫ ઓક્ટોબર ૧૯૩૪ના રોજ નવનિર્મીત શ્રીરામકૃષ્ણ આશ્રમના મંગલ શુભારંભના આદભૂત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ ભવ્ય કાર્યક્રમમાં સ્વામી સર્વાનંદજીના સાંનિધ્યમાં મોરબીના મહારાજા શ્રીલખધીરસિંહજીએ શ્રીરામકૃષ્ણ દેવની છબિને છ અશ્વથી જોડેલ શાહી બગીમાં પધરાવી વિશાળ શોભાયાત્રા સાથે નવા આશ્રમમાં લાવેલ. જયાં સ્વામીજીએ ભાવપૂર્વક પૂજન, હવન અને ભજનો કરેલાં. ત્યારબાદ સાંજના એક જાહેર કાર્યક્રમ રાજકોટ ઠાકોર શ્રીધર્મેન્દ્રસિંહજીના પ્રમુખ સ્થાને રાખેલ. જેમાં મોરબી મહારાજા શ્રીલખધીરસિંહજી, ધ્રાંગધ્રાના મહારાજા, થાણા દેવડીના દરબાર, વડીયાના બાપુ, બીલખા રાજવી સાથે અનેક દીવાન, નગરશેઠ, નગરના શ્રેષ્ઠીઓ અને શહેરની વિશાળ જનસંખ્યાએ હાજર રહી આ પ્રસંગે દિપાવેલ.
૧૯૩૬ના જાન્યુઆરીમાં આશ્રમે ૧૨૦ વાર વધારે જમીન ખરીદીને મુખ્ય દરવાજો અને કંપાઉન્ડ વોલનું બાંધકામ કરાવેલ. એ જ સાલના ઓક્ટોબર મહીનામાં રાજકોટના દાતા શેઠશ્રી પોપટલાલ ધનજીભાઈ માલવિયાના ઉમદા સહયોગથી શ્રીરામકૃષ્ણ ડીસ્પેન્સરી (દવાખાના)નો પ્રારંભ થયેલ. ૧૯૩૭ની ૨૫ મી ફેબ્રુઆરીએ શ્રી રામકૃષ્ણદેવ શતાબ્દીના શુભ દિવસે સ્વામી સદાનંદજીના શુભ હસ્તે નવા દવાખાનાનો આરંભ થયેલ અને ૧૯૩૭ના ડીસેમ્બરમાં રાજકોટના વિરજીભાઈ વેદના સહયોગથી દવાખાનામાં આયુર્વેદિક વિભાગનું કામકાજ શરૂ કરવામાં આવેલ. આશ્રમ દ્વારા સૌરાષ્ટ્રના ગરીબ અને હોનહાર વિદ્યાર્થીઓ માટે એક વિદ્યાર્થી મંદિર ચાલતું. સને ૧૯૩૯ના જુનમાં અમદાવાદના દાનવીર શ્રીમફતલાલ ગગલભાઈના સહયોગથી ‘વિવેકાનંદ ગુરુકૂળ' નામે અંગ્રેજી માધ્યમની શાળાઓનો આરંભ કરવામાં આવેલ. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા મોરબીના મહારાજા શ્રી લખધીરસિંહજીના સહયોગથી સને ૧૯૪૦માં એક વિશાળ હોલ બાંધવામાં આવેલ. ૧૯૪૧માં કુલ ૯૦ વિદ્યાર્થીઓ હતા જે પૈકી ૬૦ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેતા. શ્રીરામકૃષ્ણદેવના નવા મંદિર અને હોસ્પિટલની પ્રતિષ્ઠા ૧૧ ડીસેમ્બર ૧૯૪૩ ના રોજ, અમદાવાદના દાતા શ્રી મફતલાલ ગગલભાઈના આર્થિક સહયોગથી પૂર્ણ થયેલા જૂના મંદિરની શ્રીરામકૃષ્ણદેવની મોટી છબિ સાથે નવા મંદિરમાં ખૂબ ભાવપૂર્વક સ્થાપિત કરવામાં આવી હતી. ૧૯૪૪માં આશ્રમની વિવિધ પ્રવળત્તિઓના વિકાસ માટે રાજકોટ ઠાકોર શ્રી પ્રદ્યુમ્નસિંહજી પાસેથી ૧૫૦૦૦ ચો.વાર જમીન માત્ર આઠ આના પ્રતિ વારના ભાવે ખરીદવામાં આવી હતી. ૧૯૩૫થી આશ્રમમાં એક પુસ્તકાલય કાર્યરત હતું, જે સમય જતાં નાનું પડવા લાગ્યું. સને ૧૯૫૪માં બે માળના નવા પુસ્તકાલય ભવનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું, જેના માટે સરકાર તરફથી મોટી આર્થિક સહાય મળી હતી. ૧૪ ઓક્ટોબર, ૧૯૫૫ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે આ ભવ્ય પુસ્તકાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી માધવાનંદજી અને મિશનના અન્ય વરિષ્ટ સંન્યાસીઓ હાજર રહ્યા હતા.
૧૯૩૩થી જનસેવા માટે અવિરત કાર્યરત દવાખાનાનો પણ સમય જતાં વિકાસ કરવામાં આવ્યો હતો. તા. ૨૫ ડિસેમ્બર, ૧૯૬૦ના રોજ ભારતના માનનીય રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે આ હોસ્પિટલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં એલોપથી સાથે હોમિયોપથી અને આયુર્વેદ વિભાગનો પણ સમાવેશ કરીને સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ કરેલ.
૭મી એપ્રિલ, ૧૯૬૬ના રોજ એક વિશેષ સ્મરણિકાનું વિમોચન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જ.પટેલના હસ્તે થયું હતું જેમાં સવારના ફર્સ્ટ ડે કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું પણ વિધિવત અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વામી વિરેશ્વરાનંદજી, સ્વામી ગંભીરાનંદજી, સ્વામી રંગનાથાનંદજી અને સ્વામી આત્માનંદજીએ આશીર્વચન આપ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમનું સ્વાગત પ્રવચન રાજકોટના મેયર શ્રી અરવિંદભાઈએ કર્યું હતુ.
હાલના શ્રીરામકૃષ્ણદેવના ભવ્ય મંદિરનો શિલાન્યાસ સને ૧૯૭૧ની ૧૬મી ઓગષ્ટે રામકૃષ્ણ મઠ અને મિશનના અધ્યક્ષ પરમ પૂજ્ય સ્વામી વિરેશ્વરાનંદજી મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમની સ્થાપના તા. પથી ૧૨ એપ્રિલ ૧૯૨૭ દરમ્યાન થઈ હતી. તેનો સુવર્ણ જયંતી મહોત્સવ ખૂબ ભવ્યતા અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. તા. ૬ એપ્રિલના રોજ સવારે ૭.૦૦ વાગ્યે સ્વામી વિરેશ્વરાનંદજી મહારાજના શુભ હસ્તે શ્રીરામકૃષ્ણદેવની આરસપહાણની મૂર્તિનું ખૂબ આનંદ અને આદરપૂર્વક પૂજન અને હવન સાથે ભક્તિમય વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
‘શ્રીરામકૃષ્ણ જ્યોત' માસિક સામયિકનું મંગલ પ્રકાશન રાજકોટ આશ્રમ માટે પવિત્ર, મંગલ અને ગૌરવશાળી પ્રસંગ હતો. એપ્રિલ ૧૯૮૯માં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત' નામની ગુજરાતી માસિક પત્રિકાનો પ્રથમ અંક શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન ઉપાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રામકૃષ્ણદેવના ચરણોમાં અર્પણ કર્યો હતો. આ પ્રસંગના ભાગરૂપે એક જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત'ના પ્રથમ અંકનું વિમોચન વિદ્વાન લેખક અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સુપ્રસિદ્ધ કવિ શ્રી હરીન્દ્ર દવેએ કરેલ.
આ અતિ ભવ્ય અને જાજરમાન મંદિરના સ્થાપત્ય અને બાંધકામની જવાબદારી આર્કિટેક્ટ તરીકે અમદાવાદના શ્રી મધુસૂદન ઠાકોર અને શ્રી મહેન્દ્ર પરીખ તેમજ રાજકોટના એન્જિનિયર શ્રી વિપિનભાઈ બાવીશી, કે.એલ.એન્જિનિયર્સને સોંપવામાં આવી હતી.
શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી જન્મજયંતી (૧૯૮૬) અને શ્રીરામકૃષ્ણ મઠના સંન્યાસી સંઘનો શતાબ્દી મહોત્સવ વર્ષ ૧૯૮૬-૮૭માં ઉજવવામાં આવ્યો હતો, જેમાં જાહેરસભામાં ‘સર્વધર્મ સમન્વય સભા' અને સાંસ્કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવો પૈકી એકમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આર.કે.ત્રિવેદીએ અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું અને તેમના હસ્તે ‘શ્રીરામકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ સંઘ' નામની એક સ્મરણિકાનું વિમોચન થયેલ.
સ્વામી વિવેકાનંદજી ગુજરાત પરિક્રમા શતાબ્દી મહોત્સવ સને ૧૯૯૨-૯૩
સ્વામીજીએ સને ૧૮૯૧-૯૨ના સમયગાળામાં ગુજરાતમાં લાંબો સમય રોકાણ કરેલ. આ સ્મરણને તાજું કરવા સ્વામી વિવેકાનંદજી ગુજરાત પરિક્રમા શતાબ્દી મહોત્સવની ઉજવણી થયેલ, જેમાં ગુજરાતના અનેક સ્થળોએ જાહેર સભાઓ યોજવામાં આવેલ. સને ૧૯૯૩ના નવેમ્બર મહીનાની ૨૦ થી ૨૩ તારીખ દરમ્યાન ત્રણ દિવસ રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ મધ્યે એક ભવ્ય મહોત્સવ થયેલ. આ મહોત્સવમાં ૯૪ જેટલા સંન્યાસીઓ જેઓ ભૂતકાળમાં આ આશ્રમના અંતેવાસી/સભ્ય રહેલ, તેઓ ખાસ હાજર રહ્યા હતા.
આશ્રમના યુવા ભવન બિલ્ડિંગનું મંગલ ઉદ્ધાટન અને ‘ગુજરાત પરિક્રમા શતાબ્દી'નું ઉદઘાટન શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી શ્રીરંગનાથાનંદજી મહારાજના શુભ હસ્તે થયેલ. એની સાથે સાથે આ હોલમાં સ્વામી વિવેકાનંદજી અને શ્રીરામકૃષ્ણ ભાવધારાના સુંદર રંગીન ચિત્રોનાં પ્રદર્શનનો શુભ આરંભ પણ પૂજ્ય સ્વામીજીના ્ હસ્તે થયેલ. બીજા દિવસે ‘સ્વામી વિવેકાનંદ અને આજની કેળવણી' એ વિષય પર મનનીય ચિંતન પરિસંવાદ યોજાયેલ, જેમાં શિક્ષકો અને આચાર્યશ્રીઓ અમે તજજ્ઞો સામેલ થયેલ. એ દિવસે રામકૃષ્ણ મઠ અને મિશન સાથે સંકળાયેલા વિદ્વાનો અને માર્ગદર્શન આપનાર તેમજ ગુજરાતનાં કેન્દ્રોનાં સંચાલકોની ખાસ સભા પણ મળેલ.
૫ માર્ચ, ૧૯૨૭ના રોજ જેની સ્થાપના થઇ ત્યારથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આધ્યાત્મિક, શૈક્ષણિક, સાંસ્કળતિક, તબીબી, ગ્રામવિકાસ અને રાહતકાર્યની પ્રવળત્તિઓ દ્વારા સમાજની સેવા કરી રહ્યો છે, જેમાં મૂલ્યલક્ષી શિક્ષણ, પ્રકાશન સેવા, પુસ્તકાલય, વિદ્યાર્થી મંદિર, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય, મેડિકલ સેન્ટર, ગ્રામોત્થાન અને આધ્યાત્મિક માર્ગદર્શન વગેરેની સરાહનીય કામગીરી અવિરત ચાલે છે.
તા. ૫ માર્ચ, ૨૦૨૭ ના રોજ રાજકોટ આશ્રમની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. આશ્રમના અધ્યક્ષ પૂજ્ય સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજી અને અન્ય સ્વામીશ્રીઓની ટીમે શતાબ્દી મહોત્સવની ભવ્ય, દિવ્ય અને જાજરમાન ઉજવણી માટે તડામાર તૈયારીઓ વિવિધ વર્ગના નગરશ્રેષ્ઠીઓના સાથ-સહકારથી શરૂ કરી દીધી છે. સમગ્ર કાર્યક્રમ તા. ૨૮ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૭ દરમિયાન રહેશે. આ કાર્યક્રમ રાજકોટની જનતા માટે અત્યંત ગૌરવશાળી અને યાદગાર બની રહેશે. આ ભવ્ય ઉત્સવમાં શહેરીજનોએ તન, મન અને ધનથી સાથ સહકાર આપવા નમ્ર વિનંતીસહ અનુરોધ કરું છું.
સ્વામી વિવેકાનંદજી સને ૧૮૯૧-૯૨માં સમગ્ર ભારતના ભ્રમણે નીકળ્યા ત્યારે સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ)માં ૨ થી ૩ માસ વિવિધ વિસ્તારોમાં વિતાવેલ : તા.૫ માર્ચ, ૧૯૨૭ના રોજ શ્રીરામકૃષ્ણ દેવની જન્મતિથિના દિવસે રાજકોટના શહેરી રહેણાંક વિસ્તારમાં આવેલા મોરબી મહારાજાના સિટી સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ઉતારામાં શ્રીરામકૃષ્ણ આશ્રમની સ્થાપના થયેલ જેમાં મોરબી - રાજકોટના ઠાકોરે આર્થિક સહયોગ આપેલો : ૧૯૩૭ના ફેબ્રુઆરીમાં ઔષધાલયનો પ્રારંભ થયો : ૧૯૫૫માં ભારત સરકારની સહાયથી અદ્યતન ગ્રંથાલયનો શુભારંભ તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ડો.એસ.રાધાક્રિષ્ણનના વરદ્ હસ્તે થયેલો : ૧૯૬૦માં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદના શુભ હસ્તે સુવિધામય નવા દવાખાનાનો પ્રારંભ થયો : સને ૧૯૬૨માં નવા વિશાળ સુસજ્જ વિદ્યાર્થી ભવન ‘શ્રીરામકૃષ્ણ વિદ્યાર્થી મંદિરનું ઉદઘાટન ભારત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી મનુભાઈ શાહના વરદ્ હસ્તે થયેલ : તા. ૫ થી ૧૨ એપ્રિલ ૧૯૭૯ દરમિયાન આશ્રમનો સ્વર્ણજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો : આ દરમિયાન ૬ડ્ડી એપ્રિલના હાલના નૂતન મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું અને શ્રીરામકૃષ્ણદેવની ભવ્ય અને દિવ્ય આરસપહાણની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા થયેલ : સને ૧૯૮૯ના એપ્રિલમાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત' નામના ગુજરાતી માસિકનો મંગલ પ્રારંભ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હસ્તે થયોઃ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે સુપ્રસિદ્ધ કવિ શ્રી હરીન્દ્ર દવે ખાસ હાજરી આપેલી અને શ્રી રામકૃષ્ણ જયોતનું વિમોચન કર્યું હતું : વડાપ્રધાન મોદીની ઇચ્છા શું હતી ? વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૦ દરમિયાન રાજકોટ આશ્રમની અનેક વખત મુલાકાત લીધેલ અને આશ્રમમાં રોકાણ કરેલઃ આ મુલાકાત દરમિયાન તેમણે ત્યારના અધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમક્ષ સંન્યાસી બનવાની ઇચ્છા વ્યક્ત કરેલી : ૧૯૩૪-૩૫ના ઓક્ટોબરમાં ડો.યાજ્ઞિક રોડ પર
આશ્રમનું સ્થાળાંતર કરવામાં આવ્યું : આશ્રમની
મોટા ભાગની જમીન રાજકોટના રાજવીએ રાહતદરે
અર્પણ કરેલી : વર્તમાન આશ્રમની વિવિધ સેવાકીય પ્રવળત્તિઓ કુલ ૨૧,૩૨૮ ચો.વાર જમીન ઉપર બંધાયેલાં જુદા જુદા બિલ્ડીંગોમાં ચાલે છે
સ્વામી નિખિલેશ્વરાનંદજી
તખુભા રાઠોડ
મો.૯૮ર૪ર ૧૬૧૩૦

(2:12 PM IST)










