તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
કાયદાકીય જાગૃતિ અને નાણાકીય વિકાસ માટે રાજકોટ પ્રિન્ટીંગ એન્ડ પેકેજીંગ એસો. દ્વારા ‘‘કાયદો અને ફાયદો'' સેમિનાર

રાજકોટઃ પ્રિન્ટિંગ એન્ડ પેકેજિગ એસોસિયેશન દ્વારા શહેરના પ્રિન્ટિંગ, પેકેજિગ અને સંલગ્ન ઉદ્યોગોના વ્યવસાયિકોને કાયદાકીય જાગૃતિ તથા નાણાકીય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવા માટે ‘‘કાયદો અને ફાયદો'' વિષયક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ ની શરૂઆત સંસ્થા ના સેક્રેટરી શ્રી રાજેશભાઈ વૈષ્ણવ દ્વારા શાબ્દિક સ્વાગત હિતેશભાઈ પુરોહિત (રંગોલી ઓફસેટ, રાજકોટ) અવસાન પામતા તેમની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
આ કાર્યક્રમમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી કૈલાએ કાયદાકીય જાગૃતિ, સાયબર ક્રાઇમ, ઓનલાઈન ફ્રોડ, વ્યવસાય સાથે જોડાયેલા કાયદાકીય પડકારો તથા જવાબદાર નાગરિક તરીકેની ફરજો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
મુખ્ય વક્તા તરીકે જાણીતા વર્ચ્યુઅલ સીએફઓ શ્રી પરાગ કાકૈયાએ વ્યવસાયમાં નાણાકીય આયોજન, કેશ ફલો મેનેજમેન્ટ, નફાકારકતા, ટેક્સ પ્લાનિગ, વ્યવસાયિક જોખમો અને બદલાતા આર્થિક પરિબળો અંગે તેમણે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં માત્ર વેચાણ વધારવું પૂરતું નથી, પરંતુ વ્યવસાયને નાણાકીય રીતે મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવું પણ એટલું જ જરૂરી છે. આરપીપીએના પ્રમુખ શ્રી નવિનભાઈ કોટડિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં AI, Automation, Digital Transformation, GST Compliance અને Corporate Governance જેવા વિષયો દરેક ઉદ્યોગસાહસિક માટે અત્યંત મહત્વપૂર્ણ બની ગયા છે. આવા સમયમાં વ્યવસાયિકોને સતત અપડેટ રહેવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે RPPA હંમેશા તેના સભ્યોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ ઉદ્યોગલક્ષી, શૈક્ષણિક અને જાગૃતિ આધારિત કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે.
એસોસિશન ના પ્રમુખ નવીન કોટડીયા, ઉપપ્રમુખ ગજેન્દ્ર વીરડિયા, મંત્રી રાજેશ વૈષ્ણવ, જયેશ પાદરીયા, ખજાનચી હિતેશ કાકડીયા, ચેતન પટેલ તથા સમગ્ર કમિટી મેમ્બરોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે
(3:51 PM IST)










