<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

ઉત્તરપ્રદેશથી ‘લીલો પ્રસાદ' દેવા આવ્‍યો પરંતુ પોલીસે ‘આરતી' ઉતારી નાંખી : ૧ કિલો ગાંજો કબ્‍જે

‘સે નો ટુ ડ્રગ્‍સ' ની ડ્રાઇવમાં ભકિતનગર પોલીસનો સપાટો : ૬૮ હજારનો મુદ્દામાલ કબ્‍જે ગાંજો મંગાવ્‍યો સંતોષ ઉર્ફે ગોપાલે, લાવ્‍યો હરીઓમસિંહ ઉર્ફે મોનુ અને કોઠારીયા રોડ પરથી ઉપાડી ગઇ ભકિતનગર પોલીસ : ફરાર સંતોષ ઉર્ફે ગોપાલની શોધખોળ પીઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતની ટીમની કામગીરી રૂા. ૧૦ હજાર લઇ હરીઓમસિંહ ઉર્ફે મોનુ યુપીથી રાજકોટ ખેંપ મારી પણ દબોચી લેવાયો : સપ્‍લાયર અંગે તપાસ

રાજકોટ, તા. ર૬ :  યુપીથી રાજકોટ ગાંજાની ડિલીવરી કરવા આવેલા ખેપીયાને ભકિતનગર પોલીસે બાતમીના આધારે કોઠારીયા મેઇન રોડ પરથી દબોચી લઇ ૧ કિલોથી વધુના ગાંજા સહિત રૂા. ૬૮ હજારના મુદ્દામાલ સાથે દબોચી લઇ ગાંજો મંગાવનાર શખ્‍સની શોધખોળ શરૂ કરી છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ઝોન-૧ હતેલ પટેલ, એસપી બી.વી. જાડેજાની સુચનાને પગલે ભકિતનગર પીઆઇ જે.ડી. પરમારની રાહબારીમાં ‘સે નો  ટુ ડ્રગ્‍સ' અંતર્ગત પીએસઆઇ એસ.એચ. ગોહિલ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ‘‘હુડકો કવાર્ટર''માં રહેતા સંતોષ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ પાલાએ ગાંજાનો જથ્‍થો મંગાવ્‍યો આ ગાંજાનો જથ્‍થો હરીઓમસિંહ  ઉર્ફે મોનુ વિનોદભાઇ ભદોરીયા (ઉ.વ.ર૩ રહે. વિજયપુરા, જી.ઇટાવા, યુપી) તેને હુડકો ચોકડી પાસે આશાપુરા નગર શેરી નં. ર માં દેવા આવવાનો હોવાની બાતમીના આધારે ટીમે દરોડો પાડી હરીઓમસિંહને ઝડપી લઇ તેની પાસે રહેલી બેગમાં પ્‍લાસ્‍ટીકની કોથળી કે જેમાં ‘હેવ અ નાઇસ ડે' લખેલી હતી. તેની તલાશી લેતા તેમાંથી રૂા. પ૮,પ૦૦ની કિંમતનો ૧.૧૭૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્‍થો મળી આવતા ગાંજો, ફોન, રોકડ સહિત કુલ રૂા. ૬૮,૭૩૦નો મુદામાલ કબ્‍જે કરી તેની સામે એડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જયારે ફરાર ગાંજો મંગાવનાર સંતોષ ઉર્ફે ગોપાલ પાલાની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે જણાવ્‍યું કે, ગાંજાના જથ્‍થો સંતોષે યુપીનો એક શખ્‍સ પાસેથી મંગાવ્‍યો હતો. જે રૂા.૧૦ હજાર લઇ હરીઓમસિંહ રાજકોટ ડીલીવરી કરવા માટે આવ્‍યો હતો. પરંતુ તે પહેલા તેને દબોચી લેવાયો હતો.

 આ કામગીરી પોલીસ ઇ. જે. ડી. પરમાર, પો. સબ. ઇ. એસ. એચ. ગોહીલ, એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, કુલદીપસિંહ ચુડાસમા, પોલીસ હેડ કો. કેતનભાઇ બોરીયા, હરવિજયસિંહ ગોહીલ, રમેશભાઇ માલીકીયા તથા ડ્રાઇવર પો. હેડ કો. રાજેશગીરી ગોસ્‍વામી, પોલીસ કો. નિલેશભાઇ મીયાત્રા, પ્રકાશભાઇ મકવાણા, રવિભાઇ રત્‍નુ, યુવરાજસિંહ જાદવ, યોગીરાજસિંહ જાડેજા, નરસંગભાઇ ગઢવી, હોમગાર્ડ દિપભાઇ ટાંક, હાર્દિકભાઇ પીપળીયાએ કરી હતી. તેમજ પ્રાથમિક તપાસ કરી એફએસએલ, અધિકારી કે. એમ. તાવીયાએ માદક પદાર્થ ગાંજો હોવાનો અભિપ્રાય આપ્‍યો હતો.

(3:19 PM IST)