<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

રૈયાધાર ઇન્‍દિરાનગરમાં લીલાબેન જાદવને બે દિકરાએ ધોલધપાટ કરી

દિયર પાસે પૈસાની મદદ માંગતા ન ગમતાં માથાકુટ

રાજકોટ તા. ૨૩: રૈયાધાર ઇન્‍દિરાનગરમાં રહેતાં લીલાબેન ડાયાભાઇ જાદવ (ઉ.વ.૫૦)ને રાતે સાડા નવેક વાગ્‍યે તેના જ દિકરાઓ લલીતભાઇ અને પ્રકાશભાઇએ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ  કરવામાં આવતાં હોીસ્‍પટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. લીલાબેને જણાવ્‍યું હતું કે મારે સંતાનમાં ત્રણ દિકરા છે. પતિ હયાત નથી. મારે પુત્રવધુ માટે બ્‍યુટીપાર્લર ચાલુ કરવું હોઇ રૂમમાં થોડુ ચણતર કરવા માટે પૈસાની જરૂર હોઇ હું મારા દિયર પાસે મદદ માંગવા જતાં આ વાત દિકરાઓને ન ગમતાં ખાર રાખી હુમલો કર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(2:13 PM IST)